SURAT

રવિવારે સુરત-મુંબઈ વચ્ચેની આટલી ટ્રેનો રહેશે બંધ

મુંબઈ : આગામી રવિવારે(Sunday) તા.8મી મેના રોજ પાલઘર(Pal Ghar) જિલ્લાના વાણગાવ અને દહાણું રોડ સ્ટેશન વચ્ચે રવિવારે રેલવે ઓવર બ્રિજ(Railway over bridge) બનાવવા માટે બ્લોક કરવાનો હોવાથી 40થી વધુ લાંબા અંતરની અને ઉપનગરીય ટ્રેનો(Train)ને આંશિક અથવા સંપૂર્ણ રીતે રદ કરવામાં આવશે. શુક્રવારે બહાર પાડવામાં આવેલા પશ્ચિમ રેલવે(Western Railway )ના રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, બ્રિજ નંબર 166 અને 169 પર કાયમી ડાયવર્ઝનનું કામ કરવા માટે આયોજિત મુખ્ય બ્લોક ડાઉન લાઇન પર સવારે 6:30 થી બપોરે 2:30 વાગ્યાના વચ્ચેના સમયગાળામાં થશે. સવારે 8:15 અને 9:15ના સમયગાળામાં શહેરમાં આવતી ટ્રેનોનો ઉપયોગમાં કરવામાં આવશે. જેના કારણે 11 જેટલી ટ્રેનો સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે તેમજ 32 જેટલી ટ્રેન પણ આંશિક રીતે રદ કરવામાં આવશે. 16 ટ્રેનને રૂટ પર નિયમિત રીતે ચાલવા દેવામાં આવશે.

આ ટ્રેનો સંપૂર્ણપણે રદ
યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મુસાફરોની સુવિધા માટે બે ટ્રેનને વધારાના સ્ટોપેજ પણ આપવામાં આવશે. સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનોમાં બાંદ્રા ટર્મિનસ-સુરત એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, સુરત-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને કેટલીક મેમુ અને ઉપનગરીય ટ્રેનોનો સમાવેશ થાય છે.

આ ટ્રેનો આંશિક રીતે રદ
બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર અંત્યોદય એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, દહાણું રોડ-વડોદરા એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્ય નગરી એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં આવશે. જ્યારે સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્વરાજ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ, કોચ્યુહાન એક્સપ્રેસ, દાદર-બીકાનેર રાણકપુર એક્સપ્રેસને રૂટમાં નિયમન કરવામાં આવશે.

સુરત રેલવે સ્ટેશન પર ગુડ્સ ટ્રેનના પેનલ બોર્ડમાં શોર્ટસર્કિટથી આગ લાગી
સુરત: રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નંબર 4 પર ગુડ્સ ટ્રેનના પેનલ બોર્ડમાં શોર્ટસર્કિટથી આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે સ્ટેશનના ઇલેક્ટ્રિશિયન વિભાગે જ આગ પર કાબૂ મેળવી લેતા કામદારોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબ૨ 4 ઉ૫૨ શુક્રવારની બપોરે 12.02 કલાકે માલગાડીની પાંચ નંબરની લાઈનની પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. આ બનાવથી રેલ પ્રશાસન દોડતું થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં કાપોદ્રા અને ઘાંચીશેરી ફાયર સ્ટેશનના ફાયર ફાઈટરો રેલવે સ્ટેશને દોડી ગયા હતા. જોકે એ પહેલા સુરત રેલવેના ઈલેક્ટ્રિશિયન વિભાગ સહિતનાએ આગને કાબૂમાં કરી લીધી હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ નોંધાઈ ન હતી.

Most Popular

To Top