મુંબઈ: નવરાત્રિથી (Navratri) દિવાળી (Diwali) સુધી મુંબઈના (Mumbai) મહાલક્ષ્મી (Mahalaxmi) મંદિરમાં 550 કિલોના ચાંદીના (Silver) સિંહાસન પર બિરાજમાન મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના દર્શન કરવા માટે દરરોજ 1.5 લાખ ભક્તો આવે છે. આ મંદિરની (Temple) સૌથી મહત્વની વિશેષતા એ છે કે, તે સ્વયંભૂ મંદિર છે. એટલે કે, કોઈએ તેને સ્થાપિત કર્યું નથી. અહીં દિવાળીના દિવસે ત્રણેય દેવીઓને વિશેષ શ્રૃંગાર (Decoration) કરવામાં આવે છે.
એક દેવીને લગભગ 15 કરોડ રૂપિયાના આભૂષણોથી શણગારવામાં આવે છે. તેમજ ત્રણેય દેવીઓને લગભગ 45 કરોડ રૂપિયાનો શૃંગાર કરવામાં આવે છે. મંદિરના પૂજારી અરુણ લક્ષ્મણ વીરકર કહે છે કે, આ મંદિર એવું જ છે જેનું સપ્તશતીમાં વર્ણન કરવામાં આવ્યું છે. દરેક મંદિર પૂર્વ દિશામાં હોવું જોઈએ, તેથી આ મંદિર પણ પૂર્વ દિશામાં સમુદ્ર કિનારે છે. મંદિરની પાછળ સમુદ્ર, જમણી તરફ પ્રશાંત મહાસાગર, અરબી મહાસાગર અને ડાબી બાજુ મુંબઈ શહેર છે.
અહી દેવીનો મુગટ શુદ્ધ સોનાનો છે, જેનું વજન 5 કિલો સુધી છે. ત્રણેય દેવીઓના મુખ પર ચાંદી અને તાંબાનું આવરણ આવેલું છે. તેમજ દિવાળી પર ગોલ્ડ આવરણ પણ ચડાવવામાં આવે છે. મંદિર ટ્રસ્ટના વરિષ્ઠ મેનેજર એસ.વી. પાધ કહે છે કે, વર્ષ 1952માં મંદિરની દેખરેખ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. મંદિરનો વાર્ષિક ચડાવો લગભગ 19 કરોડ રૂપિયા છે.