આપણે સનાતન ધર્મી ઓ ૐ શબ્દનું અવાર નવાર ઉચ્ચારણ કરીએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ. આપણને ભાગ્યે જ ખ્યાલ હોય છે કે આ શબ્દ માત્ર સનાતન ધર્મીઓ ના જીવનમાં આવેલો સીધો સાદો શબ્દ નથી. ગુજરાત મિત્ર ની સત્સંગ પૂર્તિમાં શ્રી અનુપ શાહ ૐ વિશે જે વિશ્લેષણ દર સપ્તાહે કરે છે તે જોતા લાગે છે કે આ આદિ નાદ સનાતન ધર્મની કલ્પનાની નીપજ નથી બલ્કે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત અલૌકિક તત્વની વાત છે. સનાતન ધર્મ સિવાયના અન્ય ધર્મો એ પણ આ વાત એક યા બીજા સ્વરૂપે સ્વીકારી છે તે બતાવે છે કે ૐ આદિ નાદ તરીકે સમગ્ર બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે પણ સનાતન ધર્મમાં તેને અનેરૂ મહત્વ આપી તેનો વ્યાપક સ્વીકાર કરવામાં આવ્યો છે. કોલમિસ્ટ જે વિશ્લેષણ કરીને રજૂઆત કરે છે તે ખરેખર આશ્ચર્ય પમાડે છે. વધુ આતુરતા ની વાત એ છે કે લેખમાળા રસપ્રદ રીતે હજી લાંબો સમય ચાલુ રહેશે એવી આશા છે. આ તબક્કે એક સુચન છે કે આ લેખમાળા પુસ્તક સ્વરૂપે પ્રગટ થાય એ સનાતન ધર્મની મોટી સેવા ગણાશે.
સુરત – દિપ્તિ ચિતન્યા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ૐ આટલો ગહન??
By
Posted on