કાશ્મીરના ઘણા સ્થળોએ શનિવારે હિમવર્ષા થઈ હતી. જેના કારણે આ મહિનામાં ત્રીજી વખત હવાઈ અને વાહન વ્યવહાર પર અસર પડી હતી. કાશ્મીરમાં હિમવર્ષના કારણે ઉત્તર ભારતના મેદાનોમાં ઘણા સ્થળોએ ઠંડીની સ્થિતિ પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગે ઉત્તરમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી હતી. તેમજ 25 જાન્યુઆરીથી મુંબઇ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ઠંડી વધવાની શક્યતા દર્શાવી હતી.
ભારતના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ અને મુઝફ્ફરાબાદમાં થોડા સ્થળોએ અને તમિળનાડુ, પુડુચેરી, કરૈકલ, કેરળ અને માહે ઉપરના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ હિમાલયને અસર કરતી તાજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સએ ઠંડીથી થોડી રાહત આપી હતી. પરાંત, સોમવાર સુધીમાં દિલ્હીનું લઘુત્તમ તાપમાન ફરીથી ચાર ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી શકે છે.
ઉત્તર કાશ્મીરના ગુલમર્ગના પ્રખ્યાત સ્કી-રિસોર્ટમાં 10 ઇંચ, કુપવાડામાં ત્રણ ઇંચ બરફ, કાઝીગુંડમાં એક સેમી અને શ્રીનગરમાં 0.2 સે.મી હિમવર્ષા નોંધાઈ હતી.
હવામાન વિભાગે, ઉત્તર રાજસ્થાન અને બિહારમાં રવિવારે ઠંડીની આગાહી કરી છે. તેમજ પંજાબ અને હરિયાણામાં પણ લઘુત્તમ તાપમાનમાં થોડીક નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી.