વડોદરા : શહેરમાં છેલ્લા 24 કલાકમાં કુલ પાંચ ચોરીઓની અલગ અલગ ફરિયાદ પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ છે. જેમાં બાપોદ, હરણી, કારેલીબાગ, રાવપુરા તથા પાણીગેટ પોલીસ સ્ટેશનને મળી કુલ રૂ.5.89 લાખ ઉપરાંતના માલમત્તાની ચોરી થઈ છે. જે જોતા વડોદરા પોલીસની કામગીરી પર અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ શહેરમાં પેટ્રોલીંગમાં તો કરે છે પરંતુ તેઓનું ધ્યાન ક્યાં હોય છે અથવા પોલીસ તસ્કોરોને જાણતી હોવા છતાં આંખ આડા કાન કરે છે. તે તો પોતે પોલીસ કર્મીઓ જ જાણે. વડોદરા શહેરમાં ચોરી થતી હોવાનું પ્રમાણ ખુબ વધી રહ્યુ છે. તસ્કારો બેખોફ વગર પોલીસના દરે જાણે તેઓને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ ચોરી કરતા ખચકાતા નથી. ત્યારે બીજી બાજુ શહેર પોલીસ પણ તસ્કરોને રોકવા પર નીષ્ફળ જઈ રહી છે. વધતા જતા ચોરીઓના બનાવને લઈ શહેરજનો પણ પોતાને સુરક્ષીત માની રહ્યા નથી. છેલ્લા ચોવીસ કલાકમાં કુલ પાંચ ચોરીઓની ફરિયાદ નોંધાતા વડોદરા પોલીસની કામગીરી પર ઘણી શંકા ઉપજી રહી છે.
- છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં-ક્યાં ચોરી થઈ?
- આજવા રોજ ભાગ્યલક્ષ્મી ટાઉન્શીપમાં રહેતા હિતેશભાઈ ચંદુભાઈ માછી, તેમના જ મકાનમાં પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. ગત તા.27-28 તે દરમિયાન તેમના ઘરમાંથી તસ્કરો રૂ.3.05 લાખના રોકડ રૂપિયાનો હાથફેરો કરી ગયા હતા. જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
- મારૂતિધામ ડુપ્લેક્ષ ખાતે રહેતા વિજયસિંહ દલપતસિંહ ઉમટ, એજ્યુકેશન ઈન્ટીટ્યુટ ચલાવે છે. શનિવારે તેમના મકાનમાંથી તસ્કરો રૂ.2.21 લાખની માલમત્તા ચોરી કરી ગયા હતા. આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા.
- કારેલીબાગ સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા પંકજ ભુપેન્દ્રભાઈ શાહ ટેક્સ કન્સલ્ટન્ટનો વેપાર કરે છે. ગત તા.31મીએ તસ્કરો તેમના મકાનમાં પ્રવેશી પાકીટમાંથી રોકડ રૂ.45 હજાર સહિત ફોન મળી કુલ રૂ.55 હજારની માલમત્તા ચોરી કરી ગયા હતા. જે અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
- વાઘોડીયા રોડ રાયલ ગોલ્ડ ખાતે રહેતા જગદીશ બાબુભાઈ પટેલ, ડભોઈ રોડ ખાતે શ્રી હિંગરાજ પાવડર કોટીંગનું કારખાનું ચલાવે છે. ગત તા.31મીએ તસ્કરો તેમના કારખાનામાંથી એલ્યુમિનિયમની પાઈપો રૂ.14 હજારની ચોરી કરી ગયા હતા. આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
- સમા સાવલી સ્પિનેલ રેસીડન્સીમાં રહેતા ડૉ.સુનિલ બીપીનભાઈ ભટ્ટ, સયાજી હોસ્પિટલમાં ફોરેન્સીક મેડીસીન વિભાગના સહ પ્રાધ્યાપાક અને વિભાગના વડા છે. જ્યારે તેમની સયાજી હોસ્પિટલમાં આવેલી ઓફિસના એસીના આઉટડોર યુનિટ(રૂ.6 હજાર)ને તસ્કરો છેલ્લા મહિનામાં ચોરી કરી ગયા હતા. આ મામલે રાવપુરા પોલીસે ગુના નોંધ્યા હતા.
27 પોલીસ સ્ટેશનનો સહિત સ્કોર્ડો તસ્કરોને રોકવા નિષ્ફળ
શહેરમાં કુલ 27 પોલીસ સ્ટેશનનો છે. ત્યારે એ સાથે શહેરમાં પોલીસ સ્ટેશનોની સાથે PCB,DCB,SOG,LCB વગેરેની સ્કોર્ડો પણ શહેરમાં કાર્યરત છે. ત્યારે તેઓ પણ તસ્કરોને રોકવા નિષ્ફળ જઈ રહ્યા છે.
પોલીસ રક્ષક જ બને છે ભક્ષક?
પોલીસની કામગીરી કાયદો અને વ્યવસ્થા જાડવી રાખવાની હોય છે. ત્યારે પોલીસ ખુદ રક્ષકની જગ્યાએ ભક્ષક બની રહી છે. પાછલા દિવસોમાં પોલીસના કર્મી દારૂ પીને બેફામ વાહન હંકારતા નજરે આવ્યા છે. તે સાથે તાજેતરમાં એક કર્મી બાળકને મારમારતો હોવનું સામે આવ્યુ છે. ત્યારે શહેરીજનો પોતે કેવી રીતના પોતાને સુરક્ષીત માને તેનો જવાબ પોતે પોલીસ જ જાણે.
છેલ્લા 10 દિવસમાં “13” ચોરીની ફરિયાદ નોંધાઈ!
તા.25 માર્ચથી તા.3 એપ્રીલ સુધી એટલે દસ જ દિવસમાં શહેરમાં 13 ચોરીઓ થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનોમાં નોધાઈ ચુકી છે. ત્યારે શહેર પોલીસ ચોરીઓના બનાવને રોકવા તો ઠીક તે તસ્કરોને પકડી પણ શકી નથી. જ્યારે બીજી બાજુ એક બાદ એક શહેરમાં ચોરીઓના બનાવ ખુબ વધી રહ્યા છે.
શું પોલીસ શહેરમાં પેટ્રોલિંગ કરે છે?
શહેર પોલીસ ચોવીસ કલાક પોલીસ પેટ્રોલીંગ કરતી હોવા છતાં તસ્કરો બેખોફ ચોરી કરી જાય છે. શું પોલીસ ખુબ આંખ આડા કાન કરે છે? તેનો જવાબ પોલીસના ઉચ્ચ અધિકારીઓ જ જાણે? રસ્તાઓ પર પોલીસ પેટ્રોલીંગ કરતી હોય ત્યારે તસ્કરો ચોરી કરી જાય અને પોલીસની નજર ન પડે વાત માનવામાં આવે તેમ નથી. રાત્રે કેટલીક જગ્યાએ પોલીસ પેટ્રોલીંગ વાન સાઈડમાં કરી સુઈ જતી હોવાનું નજરે પડે છે.