SURAT

બોલો, સોનાની દાણચોરી કરવા સુરતના દાણચોરોએ 2 કરોડનો ખર્ચો કર્યો, પાકિસ્તાનનું કનેક્શન પણ મળ્યું!

સુરત : દુબઇમાં હાલમાં પાકિસ્તાનીઓ દ્વારા નવો જ ધંધો શરૂ કરવામાં આવ્યો છે. તેમાં ગોલ્ડ સ્મગલિંગ કે ડાયમંડ સ્મગલિંગ કરવું હોય તો તે માટે અને ડોલર-પાઉન્ડ કે પછી અન્ય કરન્સીને એરપોર્ટના સ્કેનરમાંથી સાંગોપાંગ બહાર કરવાની ટ્રીકસ અંદાજે બે કરોડ કે તેથી વધુમાં વેચાતી લેવી પડે છે.

આ ટ્રીકસમાં જે તે દેશમાં કયા સ્કેનર મશીન છે? આ મશીનને કેવી રીતે થાપ આપવી તે તમામ બાબતોનું ટેસ્ટીંગ આ પાકિસ્તાની માફિયાઓ કરે છે. ત્યારબાદ આ ટ્રીકસના કરોડો રૂપિયા લેવામાં આવતા હોવાની ગુપ્ત માહિતીઓ અબ્દુલ બનાતે પોલીસ સામે ઓકવા માંડી છે. તેનાથી એસઓજી પણ ચોંકી ગઇ છે.

ભારતના એરપોર્ટ પર જે સ્કેનર વપરાય છે તે પ્રકારના સ્કેનર દુબઇમાં પાકિસ્તાનીઓ દ્વારા ખરીદી લેવાય છે અને પછી તેના પર કામ થાય છે.
હાલમાં જે લગેજ સ્કેનર સુરત, મુંબઇ, અમદાવાદ અને દેશમાં વપરાય છે. તે જ બ્રાન્ડના સ્કેનર કેટલાક પાકિસ્તાની માફિયાઓ બજારમાંથી ખરીદ કરી લે છે. ત્યારબાદ તેઓ પ્રેક્ટિકલી જાતે આ મશીનમાં ગોલ્ડ, કરન્સી કે ડાયમંડ, ડ્રગ્સ નાંખીને સ્કેનરમાં આ ચીજો ન પકડાય તે માટે નવી તરકીબ શોધે છે. આ માટે અમેરિકા અને યુરોપનાટેકનોલોજી નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવે છે. જેથી લગેજ સ્કેનરમાં સરળતાથી એરપોર્ટ પરથી સ્મગલિંગ થઇ શકે.

અબ્દુલ બનાતે કબૂલાત કરી કે હાલમાં સ્મગલિંગ માટેની સ્કેનર ટ્રિક્સ ખરીદવાના તેઓએ દોઢ કરોડ રૂપિયા ચૂક્વ્યા
અબ્દુલ બનાતે કબૂલાત કરી કે ગોલ્ડ સ્મગલિંગ માટે તેઓએ જે ટ્રીક્સ ખરીદી હતી તે મુજબ ગોલ્ડને લિકવીડ કર્યા બાદ તે સ્કેનિંગ મશીનમાં જ નહીં આવે અને ઓફિસર ફિઝિકલી ચકાસણી કરે તો પણ તે પકડી નહીં શકાય. આ માટે તેઓએ દોઢથી બે કરોડ રૂપિયા આપ્યા હતા.

આ ચોરીની ટેકનિક બેજોડ હતી. પરંતુ તેમની અંદરના જ કોઇ વ્યકિતએ એસઓજીને બાતમી આપતા આખી પોલ ખૂલી ગઇ હતી. અલબત દુબઇથી કરન્સી, ડાયમંડ અને ગોલ્ડ કે પછી અન્ય કોઇ વસ્તુનું સ્મગલીંગ કરાયું હોય તો તે કેવી રીતે સ્કેનિંગ મશીનમાંથી પાસ કરવું તે માટે સ્મગલરો મોં માગ્યા ભાવ આપતા હોવાની વિગત બહાર આવી છે. મોલવી અબ્દુલ બનાતે પૂછપરછમાં આ ચોંકાવનારી વિગત એસઓજીને જણાવી હતી

Most Popular

To Top