Entertainment

ક્યૂંકી સાંસ ભી કભી બહૂ થી…માંથી સ્મૃતિ ઈરાનીનો ફર્સ્ટ લૂક બહાર આવ્યો, ચાહકો ભાવુક થયા

ટેલિવિઝન પ્રેમીઓ ઘણા મહિનાઓથી જેની રાહ જોઈ રહ્યા હતા તે શો પાછો આવી ગયો છે. ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિઝન 2 માં સ્મૃતિ ઈરાની સત્તાવાર રીતે તુલસી વિરાની તરીકે પરત ફરી રહી છે. શોનો તેમનો પહેલો લુક જાહેર થયો છે, જેમાં ભૂતપૂર્વ અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી સ્મૃતિ ઈરાની અદભુત મરૂન સાડી અને પરંપરાગત ઘરેણાંમાં જોવા મળી રહી છે. આ ફોટાએ ચાહકોનો ઉત્સાહ વધારી દીધો છે.

‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ ના 25 વર્ષ પૂર્ણ થવા પર સ્મૃતિએ કહ્યું, ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી માત્ર એક શો નથી – તે એક સ્મૃતિ-યાદ છે. જે લોકોએ તે શોને બનાવ્યો અને તેને અપનાવનારા લાખો લોકો માટે , આ પરિવારો, શ્રદ્ધા અને એ તાણાવાણાની વાર્તા છે જે આપણને પેઢીઓથી બાંધીને રાખે છે. સ્મૃતિ ઈરાનીનો પહેલો ફોટો જોઈને ઘણા ચાહકો ભાવુક પણ થઈ ગયા છે .

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’નું અપડેટ
ઉત્સાહ અહીં જ સમાપ્ત થતો નથી. મિહિર વિરાણીની ભૂમિકા ભજવતા અમર ઉપાધ્યાયે પણ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. સેટ પર સ્માર્ટ ફોર્મલ વેશમાં જોવા મળતો અમર બે દાયકા પહેલા જેવો જ સુંદર દેખાતો હતો. પાપારાઝી સાથે વાત કરતાં તેણે કહ્યું, આ અદ્ભુત છે. પહેલો દિવસ, પહેલો સીન બન્યો અને મજા આવી… જૂની યાદો તાજી થઈ.

સિઝન 2 ક્યારે આવશે?
આ શોની બીજી સીઝન ફક્ત એક યાદગાર ઘટના જ નહીં પણ લાંબા વિરામ પછી સ્મૃતિ ઈરાનીના અભિનયમાં પાછા ફરવાની પણ વાત કરશે. આ શો જુલાઈમાં શરૂ થવાની ધારણા હતી પરંતુ નિર્માણમાં થોડો વિલંબ થયો અને આખરે 4 જુલાઈએ શૂટિંગ શરૂ થયું. હવે શૂટિંગ શરૂ થઈ ગયું છે, તે ટૂંક સમયમાં ટીવી પર આવવાની અપેક્ષા છે.

તુલસી અને મિહિરના ચાહકો ઉત્સાહિત
તુલસી અને મિહિરને ફરીથી પડદા પર જોવા માટે ચાહકો ઉત્સાહિત છે. તેમના બંધન, ભાવનાત્મક ઉતાર-ચઢાવ અને ચાહકોના આકર્ષણથી તેઓ દેશભરમાં ઘર-ઘરમાં જાણીતા બન્યા. આ નવો પ્રકરણ પહેલાના જાદુને પાછો લાવવાનું વચન આપે છે. તેના વારસા, પ્રેમાળ પાત્રો અને વિશાળ ચાહક ફોલોઇંગ સાથે ક્યુંકી સાસ ભી કભી બહુ થી સિઝન 2 ફરી એકવાર પ્રાઇમ ટાઇમ પર રાજ કરવા માટે તૈયાર છે.

Most Popular

To Top