કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બે દિવસની અમેઠીની મુલાકાતે હતા. સ્મૃતિ ઈરાની અમેઠીની સાંસદ છે અને તેઓ અહીંના લોકોને પણ મળ્યા હતા. આ પ્રવાસ દરમિયાન સ્મૃતિ ઈરાની અમેઠીમાં એક પ્રખ્યાત લસ્સીની દુકાન પર પહોંચી હતી. સ્મૃતિ ઈરાની આ દુકાન પર વીડિયો બનાવી રહી હતી, અને દુકાન માલિકને પ્રશ્નો પૂછતી જોવા મળી હતી. આ દુકાનમાંથી સ્મૃતિ ઈરાનીનો વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોને ભારતીય યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસે પણ શેર કર્યો હતો.
LOL Moment for Madam Irani !!
— Srinivas BV (@srinivasiyc) September 5, 2021
Minister Irani- Did anyone from the Gandhi family ever came to drink Lassi?
Shopkeeper – Yes, Rahul Gandhi, Priyanka Gandhi & so on…
Smriti thinks it's all happening for the first time in this country.
pic.twitter.com/Nklqt8VAko
સ્મૃતિ ઈરાની અમેઠીના પ્રખ્યાત અશરફી લાલ લસ્સી કોર્નર પર ગયા હતા. અહીં વીડિયો બનાવતી વખતે, તેમણે લસ્સી કોર્નરના માલિકને પૂછ્યું હતું કે શું ગાંધી પરિવારમાંથી કોઈ તમારી દુકાનમાં ક્યારેય લસ્સી પીવા માટે આવ્યું છે? તેના જવાબમાં દુકાન માલિકે જવાબ આપ્યો કે, ‘હા, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને બીજા ઘણા લોકો આવ્યા છે…’ આ રીતે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકોની ભીડ પણ જોઈ શકાય છે.