સુરત : સુરત સ્મીમેર મેડિકલ કોલેજમાં (Smeer Medical College) MSની પરીક્ષામાં (exam) વોશરૂમમાં જઈને જુનિયરના ફોનમાંથી જવાબ શોધતા 2 મુન્નાભાઈ પકડાતા ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહીં પણ સુપરવાઇઝરના હાથે ઝડપાયેલા બન્ને મુન્નાભાઈ ને યુનિવર્સિટીમાં (University) હિયરિંગ બાદ જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ અપાયા હતા. એમડી-એમએસની ફાઇનલયરની પરીક્ષામાં ગેરરીતિ કરનાર બન્ને વિદ્યાર્થીઓને રૂ. 500નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદ ગેરરીતિનો કેસ બનાવીને યુનિવર્સિટીમાં મોકલી અપાયો હતો. ગેરરીતિ કરતા પકડાયા હોવા છતાં તેમના ભાવિને જોઈને યુનિવર્સિટીએ આગામી પરીક્ષામાં બેસવા માટેની તક આપી હતી.
વોશરૂમમાં જઈ જુનિયરના ફોનમાંથી જવાબ શોધતા બે વિઘાર્થી ઝડપાયા : સ્મીમેર મેડિકલ કોલેજની ઘટના
By
Posted on