SURAT

SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર

સુરત મનપા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગ્ન તેમજ સામાજિક પ્રંસગોમાં જાહેર જનતા ઉપયોગમાં લઈ શકે તે માટે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે. આ કોમ્યુનિટી સેન્ટરોના પાલિકા દ્વારા નક્કી ભાડા વસૂલવામાં આવે છે. જે પરિવારોમાં પ્રસંગ હોય ત્યારે તેઓ ભાડું ચૂકવીને આ કોમ્યુનિટી હોલમાં લગ્ન સહિતના પ્રસંગોનું આયોજન કરતા હોય છે.

  • કરોડોના ખર્ચે બનાવાયેલા ભેસ્તાન અને ઉમરવાડાના કોમ્યુનિટી હોલમાં નશેડીઓ નશો કરે છે
  • કોમ્યુનિટી હોલમાં તથા આસપાસ કફ સિરપ, દારૂની બોટલો અને ગ્લાસ પડેલાં જોવા મળે છે
  • કોમ્યુનિટી હોલના બારી-બારણા તૂટી ગયા, ટોયલેટમાં પારાવાર ગંદકી
  • અસામાજિક તત્વોની અવરજવરથી લોકો પરેશાન, ફરિયાદ કોઈના કાને પડતી નથી

જો કે ગંભીર બાબત એ છે કે પાલિકાના ભેસ્તાન અને ઉમરવાડા કોમ્યુનિટી હોલની હાલત સંબંધિત વિભાગના અધિકારીઓ અને સાર સંભાળની જવાદારીઓ રાખનારાઓના પાપે બદતર હાલત થઈ ગઈ છે. કેટલાક અસામાજિક તત્વોએ કોમ્યુનિટી હોલને નશાનો અડ્ડો બનાવી દીધો છે. આ કોમ્યુનિટી સેન્ટરોમાં નશેડીઓ કોરેક્સ જેવી સીરપ તેમજ દારૂનો નશો કરી રહ્યાં છે. એટલું જ નહીં પણ નશો કર્યા બાદ આ તત્વો સિરૂપ અને દારૂની ખાલી બોટલો તેમજ ગ્લાસ પણ ત્યાં જ ઠેરઠેર ફેંકી દેતા હોય છે.

એક બાજુ આ નશાખોરોનો ત્રાસ તો બીજી બાજુ યોગ્ય સફાઈ અને દેખરેખના અભાવ આ કોમ્યુનિટી હોલની હાલત બદથી બદતર થઈ ગઈ છે. અહીં બારી બારણાં પણ તૂટી ગયા છે. ટોયલેટના નળ ખુલ્લા મૂકી દેવાને લીધે પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત મહાનગર પાલિકાના સાઉથ ઝોન -એ (ઉધના ) ખાતે એચ 15 ભેસ્તાન કોમ્યુનિટી હોલ આવેલું છે, જયારે સાઉથ ઈસ્ટ ઝોનમાં ઉંમરવાડા કોમ્યુનિટી હોલ છે. હાલમાં આ બન્ને કોમ્યુનિટી હોલની હાલત ભયંકર હદે બદતર બની ગઈ છે. પાલિકાના લાપરવાહીના લીધે હોલની હાલત બદતર થઈ છે અને હવે આ હોલ જ્યાં લગ્નની શરણાઈઓ ગૂંજતી હતી ત્યાં હવે નશેડીઓ અડ્ડો જમાવીને બેઠેલાં જોવા મળે છે.

નશાખોરોએ આ બંને હોલને પોતાનો અડ્ડો બનાવી દીધો છે. રાત હોય કે દિવસ હોલના કેમ્પસમાં કોરેક્સ સહિતની સીરપ તથા દારૂનો નશો કરવામાં આવે છે. નશો કર્યા બાદ સિરપની અને દારૂની બોટલો તેમજ ડિસ્પોઝેબલ ગ્લાસ પણ હોલમાં જ ફેંકી દેવામાં આવે છે.

કોમ્યુનિટી હોલના કેમ્પસમાં ઠેર ઠેર સિરપની ખાલી પડેલી બોટલો તેમજ દારૂની બોટલો અને ગ્લાસ પથરાયેલા જોવા મળી રહ્યા છે. કડક સિક્યુરિટી અને યોગ્ય દેખરેખનાં અભાવે એક બાજુ આ કોમ્યુનિટી હોલ અસામાજિક તત્વો માટે અડ્ડા સમાન બની ગયા છે. તેના લીધે સ્થાનિક રહીશો પરેશાન થઈ ગયા છે.

સૂત્રો પાસે જાણવા મળ્યું છે કે અહીં અસામાજિક તત્વો દિવસમાં નશો કરતા જોવા મળતા હોય છે. અહીં ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ ગંભીર અને બદતર પરિસ્થિતિઓ જોયા બાદ લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે કે એક બાજુ પાલિકા દ્વારા લોકોના લગ્ન સહિતના પ્રંસગોના આયોજનો હોય ત્યારે ભાડું વસુલવામાં આવે છે. તો પછી અહીં પૂરતી સુવિધાઓ કેમ નથી કરવામાં આવી રહી છે અને અસામાજિક તત્વનો દુષણ કેમ દૂર નથી કરવામાં આવી રહ્યું છે. આ કોમ્યુનિટી હોલને જાણે રઝળતી હાલતમાં છોડી દેવામાં આવ્યું હોય તેવા ડરથી પણ જોવા મળી રહ્યા છે.

ભેસ્તાન કોમ્યુનિટી હોલમાં અસામાજિક તત્વોનો કાયમી ત્રાસ
ભેસ્તાન કોમ્યુનિટી હોલમાં ઠેરઠેર ગંદકી જોવા મળે છે. દરવાજા તુટી ગયા છે. પાણી વેડફાઈ છે. એટલું જ હોલની ચારેબાજુ કચરો, ગંદા પાણીનો ભરાવો અને તેમાં મચ્છરોની ઉપત્તિ થઈ રહી છે. હોલ ભાડે લેનારા લોકો માટે કોઈ સુવિધા નથી. હોલમાં ટાઈલ્સ ઉખડી ગઈ છે. કમ્પાઉન્ડમાં આરસીસી વર્ક કરાવવાની જરૂર છે અને કમ્પાઉન્ડની દીવાલો નૂટી ગઈ છે. પાણીની ટાંકી લીકેજ સહિતની અનેક સમસ્યામાં છે જે અંગે સ્થાનિકો દ્વરા લેખિતમાં ફરિયાદો કરાઈ છે.

Most Popular

To Top