SURAT

શહેરને શાકભાજીનો પુરવઠો મળી રહે તે માટે સુરત મહાનગર પાલિકાએ ઉઠાવ્યા મહત્ત્વના પગલા

સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એપીએમસી શાક માર્કેટ આગામી 8 તારીખથી જાહેર કરી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરીજનોના હિતમાં શહેરભરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા કોમન પ્લોટમાં શાકભાજીના વેપારમાં માટે નક્કી કરવામાં આવ્યા છે.
શહેરમાં આવેલા મગોબ, વેસુ-ભરથાણા, ખટોદરા, ભીમરાડ, ભેસ્તાન, ઉધના, પાલનપોર-ભેસાણ, પાલ, જહાંગીરાબાદ, લાલ દરવાજા, સિંગણપોર, ઉતરાણ-કોસાડ, વરિયાવ, મોટાવરાછા, ડુંભાલ, સરથાણા, નાનાવરાછા, મોટાવરાછા સહિતના વિસ્તારોમાં શાકભાજીની હોલસેલ ખરીદી માટે જગ્યા નક્કી કરવામાં આવી છે. જેના કારણે જથ્થાબંધ વેપારીઓને રાહત મળે તેવી શકયતા છે. મનપાના સૂત્રોના જણાવ્યા મુજબ કોવિડ-19ના સ્થિતિ વચ્ચે શહેરીજનોને તકલીફ ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળોએ માત્ર શાકભાજીના હોલસેલ વેપારીઓને જ પ્રવેશ આપવામાં આવશે. સરદાર માર્કેટમાં જથ્થાબંધ વેપારીઓ પૈકી માત્ર 1થી 2 વેપારીઓને પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે શહેરના શાકભાજીના હોલસેલ વેપારીઓને પણ રાહત પહોંચશે. આ ઉપરાંત શહેરીજનોને પણ સરળતાથી શાકભાજી મળી રહે તેવી શકયતા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top