SURAT

સુરત ટેક્સટાઇલ માર્કેટની જગ્યાની લીઝ 49 વર્ષને બદલે 99 વર્ષ કરી દેવાતાં હાઇકોર્ટમાં ફરિયાદ

સુરત: (Surat) રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની (Textile Market) જગ્યાનો ભાડાપટ્ટાનો સમયગાળો 49 વર્ષના બદલે સીધા 99 વર્ષ કરી દેવાતાં હાઇકોર્ટમાં પીઆઇએલ (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) (PIL) દાખલ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના (SMC) સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે ભાડા પટ્ટાનો સમયગાળો 49 વર્ષને બદલે સીધો જ 99 વર્ષ કરી નાંખ્યો હતો. આ બાબતે કોંગ્રેસના કોર્પોરેટર (Congress Corporator) અસલમ સાયકલવાલાએ વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તેઓના વિરોધને ધ્યાને લેવાયો ન હતો. આખરે અસલમ સાયકલવાલાએ ગુજરાત હાઇકોર્ટમાં (High Court) આ બાબતે વિવિધ પુરાવાઓ એકત્ર કરીને પીઆઇએલ દાખલ કરી હતી. કોર્ટે રાજ્ય સરકારને રજૂઆત સાથે જ સરકાર બીપીએમસી એક્ટ (BPMC Act) 451 મુજબ પગલાં લેશે તેવું કહ્યું હતું.

  • કોંગ્રેસી કોર્પોરેટર અસલમ સાઇકલવાલાએ પીઆઇએલ દાખલ કરતાં કોર્ટે રાજ્ય સરકારને રજૂઆત કરવા કહ્યું
  • કોર્ટે કહ્યું: ‘રાજ્ય સરકારમાં રજૂઆત કરો, સરકાર બીપીએમસી એક્ટ 451 મુજબ પગલાં લેશે’

પ્રાપ્ત માહિતી મુજબ, સમગ્ર રિંગ રોડ વિસ્તારમાં સુરત મનપાની રિઝર્વેશનમાં આવેલી જગ્યામાં ટેક્સટાઇલ માર્કેટ બનાવવામાં આવી હતી. આ માર્કેટને અગાઉ 49 વર્ષના ભાડા પટ્ટા ઉપર આપવામાં આવી હતી. જેમાં સરકારને રૂ.127 કરોડની આવક થઇ હતી. હાલ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે ભાડા પટ્ટાનો સમયગાળો 49 વર્ષને બદલે સીધો જ 99 વર્ષ કરી નાંખ્યો હતો. આ બાબતે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તેઓના વિરોધને ધ્યાને લેવાયો ન હતો અને સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવને મંજૂર કરીને સરકારને મંજૂર કરવા માટે મોકલી આપ્યો હતો.

આખરે અસલમ સાયકલવાલાએ ગુજરાત હાઇકોર્ટમાં આ બાબતે વિવિધ પુરાવાઓ એકત્ર કરીને પીઆઇએલ દાખલ કરી હતી. કોર્ટે આ બાબતે ફરિયાદી અસલમભાઇને સૂચના આપીને તેમને રાજ્ય સરકારમાં રજૂઆત કરવા માટે કહ્યું હતું. આ બાબતે રાજ્ય સરકાર બીપીએમસી એક્ટ 451 મુજબ યોગ્ય પગલાં લેશે તેમ પણ જણાવ્યું હતું. આ સાથે જ કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે, ભાડા પટ્ટાના સમયગાળા બાબતે રાજ્ય સરકારને તપાસ કરવાની સત્તા છે, જો રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ફરીવાર કોર્ટમાં ફરિયાદ કરવા પણ જણાવવામાં આવ્યું હતું. આ મામલે કોર્ટે કહ્યું: ‘રાજ્ય સરકારમાં રજૂઆત કરો, સરકાર બીપીએમસી એક્ટ 451 મુજબ પગલાં લેશે’

Most Popular

To Top