SURAT

ટેક્સમાં વધારા વિના SMCનો પહેલીવાર 5500 કરોડથી વધુ આવકનો ટાર્ગેટ, વાંચો બજેટની હાઈલાઈટ્સ

કોઈ પણ પ્રકારના કર-દરના વધારા વિનાનું બજેટ આજે સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું છે. આત્મનિર્ભરતાના પ્રયાસ રૂપે રેવેન્યુ આવકમાં વર્ષ 2024-25 કરતાં રૂ. 485 કરોડના વધારા સાથે વર્ષ 2025-26 માં કુલ રૂ. 5510 કરોડની આવકનો અંદાજ઼ મુકાયો છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલી વાર વર્ષ 2025-26 માં રૂ. 5500 કરોડથી વધુની રેવન્યુ આવક મેળવવાનો લક્ષ્યાંક ધરાવતું બજેટ રજૂ કર્યું છે. સુરત મહાનગરપાલિકામાં પ્રથમ વાર વર્ષ 2024-25 માં વિકાસના કામો માટે આજદિન સુધીનું સૌથી વધુ કેપિટલ ખર્ચ રૂ. 3401 કરોડ વર્ષ 2024-25માં કરવાનો લક્ષ્યાંક, વર્ષ 2023-24ના કેપિટલ ખર્ચથી રૂ. 198 કરોડ વધારાના ખર્ચનો લક્ષ્યાંક છે.

આ અંદાજિત રૂ.469 કરોડનું રેવેન્યુ સરપ્લસ ધરાવતું બજેટ છે. વર્ષ 2023-24માં રૂ. 117 કરોડ રેવન્યુ સરપ્લસ અને વર્ષ 2024-25 માં રૂ. 425 કરોડ મળી કુલ રૂ. 542 કરોડ રેવન્યુ સરપ્લસ ફંડ સુરત શહેરના વિકાસ કાર્યો માટે ઉપલબ્ધ કરાયું છે.

સુરત ને Growth Hub તરીકે આગળ ધપાવવા માટે વર્ષ 2025-26માં સુરત મહાનગરપાલિકાના અત્યાર સુધીના ઈતિહાસનું સૌથી મોટું કદ ધરાવતું રૂ. 4562 કરોડનું કેપિટલ કામો માટેનું બજેટ જાહેર કરાયું છે. નવા વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર કુલ અંદાજીત 5481 કરોડના ખર્ચ કરાશે. આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન છે. વર્ષ 2024-25 કરતા રૂ. 868 કરોડનો વધારો કરાયો છે.

બજેટની હાઈલાઈટ્સ..

  • સૌપ્રથમ વાર રૂ. 3400 કરોડથી વધુના વિકાસના કામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
  • સૌપ્રથમ વાર રૂ. 5000 કરોડથી વધુની રેવેન્યુ આવક પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક
  • પેઈડ એફ.એસ.આઈમાં મૂળ બજેટ જોગવાઈ (રૂ. 950કરોડ) કરતા વધારીને સુધારેલ જોગવાઈ (રૂ. 1100 કરોડ) મુજબનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનું આયોજન.
  • વર્ષ 2024-26માં ગ્રીન બજેટનું અમલીકરણ, કુલ મંજુર થયેલ પ્રોજેક્ટો પૈકી એન્વાયરમેન્ટ સસ્ટેઇનીબ્લીટી અંતર્ગત રૂ.521કરોડનો સમાવેશ.
  • ડિંડોલી તળાવ માં ફ્લોટિંગ રુફ્ટોપ સોલાર ની જોગવાઇ
  • નવી ગ્રીન વ્હીકલ પોલિસી સુરત મનપા.લાવશે
  • સુરતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ડ એન્ડ મિટીગેશન ટ્રેનિંગ સેન્ટર બનાવાશે, જેમાં ઈન્ડસ્ટ્રી પ્રોફેશનલ દ્વારા ટ્રેનિંગ અપાશે. ફાયર વિભાગને રિફ્રેશમેન્ટ તાલીમ અપાશે. તે માટે ટ્રેનિંગ સેન્ટર બનાવાશે.
  • મેગા સ્કીલ ડેવલમેન્ટ બનાવાશે. જેમાં ટેક્સટાઈલ, ડાયમંડ, સોલાર સહિત અન્ય સેક્ટર માટેના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર કાર્યરત કરાશે. સુરતને એક્સપોર્ટ હબ સ્કીલ ડેવલપમેન્ટ માટે પ્રોત્સાહિત કરાશે.
  • સાઉથ ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટસ સ્ટેડિયમ બનાવાનું આયોજન. જેમાં નેશનલ-ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન ટ્રેનિંગ અને ઈન્વેસ્ટ ફેસિલિટી ઉભી કરાશે.
  • તાપી નદી પર ક્રુઝ ટુરીઝમ ડેવલપમેન્ટ કરાશે.
  • સાઉથ ગુજરાતનો સૌથી મોટો ન્યુટ્રીશન પાર્ક બનાવાશે.
  • સુરત શહેરને ભારત બજાર તરીકે વિકસિત કરાશે.
  • 2047 કોમ્પ્રેહેન્સિવ મોબિલિટી પ્લાન હેઠળ સુરતમાં મેટ્રો, બુલેટ, વોટર મેટ્રો, એર કનેક્ટિવિટી, રોડ નેટવર્ક બેલેન્સ કરતો પ્લાન બનાવાશે.
  • સુરતને ભારતનું લોજેસ્ટિક હબ બનાવવા માટેનું આયોજન
  • ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ માટે 153 કરોડની જોગવાઈ
  • આરોગ્ય માટે 9 કરોડની જોગવાઈ
  • 100 ટકા ઈવી બસ દોડાવતું સુરત દેશનું પહેલું શહેર બનશે.
  • તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની જોગવાઈ.
  • બ્રિજ નિર્માણ માટે 130 કરોડની જોગવાઈ.

Most Popular

To Top