SURAT

સ્મીમેરમાં 20 કરોડના ખર્ચે સિટી સ્કેન અને એમઆરઆઈ મશીન ખરીદવામાં આવશે

સુરત(Surat) : હાલમાં કોરોનાના (Corona) સમયમાં પડેલી તકલીફો અને સાથે સાથે આરોગ્ય સેવાને સઘન બનાવવા માટે સુરત મનપા (SMC) દ્વારા સ્મીમેરમાં 7 કરોડ રૂપિયાનું સીટી સ્કેન મશીન તેમજ 13 કરોડ રૂપિયાનું એમઆરઆઇ મશીન ખરીદવાની તૈયારી કરવામાં આવી છે. આ માટે તંત્રએ શાસકોની મંજૂરી માટે સ્થાયી સમિતીમાં દરખાસ્ત કરી છે.

સ્મીમેર હોસ્પિટલમાં હાલ પીપીપી ધોરણે એમઆઇઆર મશીન અને સિટી સ્કેન ઓપરેટ કરવામાં આવે છે. પરંતુ આ સુવિધામાં વધારો કરી લેટેસ્ટ ટેક્નોલોજી વાળા તથા હાઇએન્ડ ટેક્નિકલ સ્પેસિફિકેશન મશીન જ ખરીદવાનું નક્કી કરાયું હોય ‘ટર્ન કી વર્ક સહિતના 128 સ્લાઇસ 7 કરોડની કીમંતના 1 સિટી સ્કેન મશીન અને 13 કરોડની કિંમતના એમઆરઆઈ મશીન ખરીદવાની મંજૂરી માટે સ્થાયી સ્થાયી સમિતીમાં દરખાસ્ત કરવામાં આવી છે.

સ્મીમેરમાં એપોલો ઇમેજિન સેન્ટરના સહયોગમાં રેડિયોલોજી વિભાગ ઓપરેટેડ છે. જોકે, હવે ખૂદ મનપા પોતે જ આધુનિક અને કિંમતી મશીન વસાવી રહી હોવાથી આ સિટી સ્કેન તેમજ એમઆરઆઇ મશીનના સંચાલન માટે સ્ટાફની રિક્રુટમેન્ટ કરવા પણ માંગ કરાઇ છે. જેમાં 1 પોસ્ટ મેનેજર કમ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, 1 આસિ. પ્રોફેસર ઓફ રેડિયોલોજી, જ્યારે 6 ટેક્નિશિયન અને નર્સિંગ સ્ટાફ, વોર્ડ બોય તથા સફાઇ કામદારની ભરતી કરવા પણ તૈયારી કરવામાં આવી છે.

કોરોનાની ત્રીજી લહેરનું જોર વધ્યું, સાત માસ બાદ સુરતમાં ફરી 415 કેસ

સુરત: સુરતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને હવે આ લહેરનું જોર પણ વધવા માંડ્યું છે. રોજ કેસની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ મંગળવારે સુરતમાં કોરોનાના કેસનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક જ દિવસમાં કોરોનાના 415 કેસ નોંધાયા હતા. અગાઉ કોરોનાની બીજી લહેર જયારે ચરમસીમાએ હતી ત્યારે એટલે કે મે માસમાં 15મી તારીખે 356 કેસ નોંધાયા બાદ 16મી મેના રોજ સીધા 482 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ કેસ વધતા-વધતા આંકડો 2500ને પાર કરી ગયો હતો.

સુરતમાં ઓમિક્રોનના કેસ હાલમાં રોજ નોંધાતા હતા પરંતુ મંગળવારે ઓમિક્રોનનો એકપણ કેસ નહીં નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top