National

ભારતીય સૈન્યને મળ્યું દુશ્મનો પર ગોળીબાર પણ કરી શકે તેવું સ્માર્ટ હેલ્મેટ

વારાણસીના વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ ભારતીય સૈનિકોની સુરક્ષા માટે ખાસ પ્રકારનું હેલ્મેટ તૈયાર કર્યું છે. આ હેલ્મેટની વિશેષતા એ છે કે, તે ઘુસણખોરો સરહદમાં પ્રવેશતા જ સૈનિકોને ચેતવણી આપશે. તેમજ આ હેલ્મેટથી દુશ્મનો પર ગોળીબાર પણ કરવામાં આવી શકે છે. આ હેલ્મેટનું નામ સ્માર્ટ ડિફેન્સ હેલ્મેટ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટ હેલ્મેટ નરેન્દ્ર મોદીનો ફોટો જોતાં વંદે માતરમ સાથે બોલવાનું શરૂ કરશે. આ સ્માર્ટ હેલ્મેટ વીજળી ઉપરાંત સોલર પાવરથી પણ ચાલશે.

હેલ્મેટ બનાવનાર શ્યામ ચૌરસિયાએ જણાવ્યું હતું કે, આ સ્માર્ટ હેલ્મેટના નિર્માણ માટે બે મહિનાનો સમય લાગ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણી વખત ઘુસણખોરો દેશની સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. ઘુસણખોરો સરહદમાં પ્રવેશતાની સાથે જ આ હેલ્મેટ સૈનિકોને ચેતવણી આપશે. આ ઉપરાંત, આ સ્માર્ટ હેલ્મેટમાં રિમોટ ટ્રિગર આપવામાં આવ્યું છે. જેના દ્વારા જરૂર પડે તો ફાયર પણ કરી શકાય છે.

આ સ્માર્ટ હેલ્મેટ સૈનિકોને અન્ય દેશની સીમામાં ઘુસી જવા સંબંધે ઓડિયો મેસેજથી સજાગ કરશે. જેથી આપણા સૈનિકો આકસ્મિક રીતે બીજા દેશની સીમામાં ન જઈ શકે. આ પહેલા શ્યામ ચૌરસિયાએ સ્માર્ટ શુઝ બનાવ્યા હતા. જેનાથી જરૂર પડે ત્યારે ગોળી ચલાવી શકતી હતી. આ શૂઝમાં ખાસ સેન્સર્સ લગાવેલા છે જેને દુશ્મનની જાણ તેમના આવવા પહેલા જ મળી જાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top