Charchapatra

સ્માર્ટસિટી સુરત અને ખાડીપૂર

પોતાના ઔદ્યોગિક વિકાસ થકી વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર સુરત શહેર દર વર્ષે ચોમાસું આવતાં જ ખાડીપૂરના ખપ્પરમાં હોમાતું રહે છે. દિનપ્રતિદિન વધતી જતી વસ્તી, અવિરતપણે થતું રહેતું કાયદેસર તથા ગેરકાયદેસર બાંધકામ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ અને સરકારી તંત્રની લાપરવાહીને કારણે શહેરના અનેક વિસ્તારનાં નાગરિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ચાર-પાંચ દિવસ સુધી પાણી ઓસર્યાં નહિ પરિણામે આ વિસ્તારના લોકોની ઘરવખરી, અનાજ, ફર્નિચર અને વાહનો પાણીમાં ડૂબેલાં રહ્યાં!

લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય. અનેક લોકો પોતાના નોકરી-ધંધા પર જઇ શકયા નહિ. વિદ્યાર્થીઓ શાળા-કોલેજ નહિ જઇ શકતાં શિક્ષણથી વંચિત રહ્યાં. કેટલાંયે વિદ્યાર્થીઓ  એસએસસી તથા એચએસસી બોર્ડની પૂરક પરીક્ષા આપી શકયાં નહિ. દર વર્ષે ચોમાસા દરમિયાનની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્રનું દીર્ઘદૃષ્ટિપૂર્ણ પૂર્વ આયોજન અને તેનું અમલીકરણ અતિ આવશ્યક બની રહે છે.
જહાંગીરાબાદ, સુરત  – પ્રફુલ્લ એમ. રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top