સફેદ રંગનો ચમકતો પદાર્થ મૉનોસૉડિયમ ગ્લુટામેટ એટલે કે આજીનો મોટો એક સોડિયમ ક્ષાર છે. જો તમે ચાઇનિઝ વાનગીના ચાહક હો તો તેમાં આ પદાર્થ જરૂરથી હશે કેમ કે ચાઇનિઝ વાનગીઓમાં આ પદાર્થનો એક મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ભાગ્યે જ તમને ખબર હશે કે આ સ્વાદ વધારવાવાળો પદાર્થ વાસ્તવમાં તમારી સ્વાદગ્રંથીની ક્રિયા ધીમી કરી નાખે છે, જેને કારણે જાહેર આરોગ્ય,સુખાકારી અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય છે. અલબત્ત, કિંમતી માનવજિંદગીના આયુષ્યના દહાડા પણ ઘટે છે. વળી આજીનો મોટો વિના ચાઈનિઝ વ્યંજનો બની શકતાં નથી! માટે ચાઈનીસ વાનગીઓ જોખમી હોવાથી ત્યાગ અને બહિષ્કૃત કરવી રહી!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
શરીર માટે ધીમું ઝેર
By
Posted on