Madhya Gujarat

લુણાવાડામાં મંદગતિએ ચાલતા રસ્તાના કામથી પ્રજા પરેશાન

મલેકપુર: લુણાવાડા તાલુકામાં સેમારાના મુવાડાથી ગઢા પંચાયતને જોડતા રોડનુ કામકાજ તંત્ર દ્વારા 2જી ઓગસ્ટ, 2021થી આરંભ કરવામાં આવી હતી અને 1લી મે,2022ના રોજ આ રોડની કામગીરી પુર્ણ કરવાની હોય તેવુ બોર્ડ રોડની બાજુમા લગાવવામાં આવ્યું હતું. જોકે મુદત પૂર્ણ થવા છતાં રસ્તો ન બનતાં લોકોમાં રોષની લાગણી જન્મી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડાના બસ સ્ટેન્ડ રામદેવ મંદીરથી જુની વસાહત ખાંટ ફળીયામા થઈ અને ગઢા પંચાયતને જોડતા રોડની કામગીરી કોન્ટ્રાક્ટરો દ્વારા 2જી ઓગસ્ટથી  આરંભ કરવામાં આવી હતી. આ કામ 1લી મે ના રોજ આ રોડની કામગીરી પુર્ણ કરવાની હોય તેવુ બોર્ડ રોડની બાજુમા તંત્ર દ્રારા લગાવવામાં આવ્યુ છે.

જોકે દસ મહીનાથી રોડનુ કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે અને કામ પુરુ થવાની તારીખ પુર્ણ થઈ ગય હોવા છતા રોડની સાઈડોમા પુરવા માટે નાખવામા આવેલ માટીના ઢગલા પણ હજુ જે તે જ હાલતમા છે.આમ તંત્રના ગોકળગતિની જેમ ધીમીગતિએ કામકાજથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. કોન્ટ્રાક્ટરો દ્વારા આ રોડની કામગીરીની શરૂઆત પુરજોષમા જેસીબી તેમજ ટ્રેકટરો દ્વારા રોડનુ ખોદકામ કરી હાથ ધરવામાં આવી હતી.પંરતુ તંત્રનું ધીમીગતિએ કામકા સ્થાનિક લોકોમાં અનેક પ્રશ્ર્નો ઉદભવી રહ્યો છે. ટુંક સમયમાં ચોમાસાના પ્રારંભના એધાણ જોવા મળી રહ્યા છે. ત્યારે શુ ચોમાસા પહેલા આ રોડની કામગીરી પુર્ણ કરવામા આવશે કે પછી જેસે થે વૈસે હી રહેશે તેવો ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top