વડોદરા : વડોદરા શહેરમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે.તો બીજી તરફ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મારુતિ ધામ બ્લોક નંબર 49માં સ્લેબ ધરાશાહી થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. નસીબે કોઈ હાજર ન હોવાથી જાનહાની થતા ટળી હતી. વડોદરા શહેર જિલ્લામાં પણ અવિરત વરસાદ ચાલુ રહેતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો પડવા સહિતના નાના-મોટા અકસ્માતો નોંધાયા હતા તેવામાં વડોદરા શહેરના માંજલપુર વિસ્તાર માં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મારુતિ ધામમાં સ્લેબ ધરાશાહી થવાની ઘટના બની હતી.
મારુતિ ધામ સોસાયટીના બ્લોક નંબર 49 માં એકાએક સ્લેબ ધરાશાહી થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો સદનસીબે આ દુર્ઘટના સમયે કોઈ હાજર નહીં હોવાથી જાનહાની ટળી હતી. સ્થાનિકોના કયા પ્રમાણે 40 વર્ષ ઉપરાંતના સમયથી લોકો અહીં વસવાટ કરે છે.ઘણા સમયથી મારુતિ ધામ સોસાયટીના કેટલાક બ્લોકોમાં પાણી લીકેજ તેમજ કેટલાક મકાનો જજરીત બન્યા છે.તેવામાં આજે એકાએક સ્લેબનો ભાગ તૂટીને નીચે પડી ગયો હતો.
જોરદાર અવાજ આવતા અન્ય લોકો પણ એકત્ર થઈ ગયા હતા.જોકે કોઈ જાનહાની થઈ ન હતી.સ્લેબ તૂટ્યા બાદ મકાનમાં પડતા મકાન માલિકને નુકસાની વેચવાનો વારો આવ્યો છે. અત્રેનોનની એ બાબત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોને નોટિસો પાઠવવામાં આવી છે.તો બીજી તરફ આવા કેટલાય એવા મકાનો જર્જરિત હાલતમાં પડેલા છે.જેને સંપૂર્ણ રીતે ઉતારી લેવાની જરૂર છે.જો વહેલી તકે આ કામગીરી કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થશે તે વાતને પણ નકારી શકાય તેમ નથી.