Charchapatra

 ‘ધૂરંધર’ચીલો

આદિત્ય ધરની હાલમાં આવેલી ફિલ્મને ‘ધૂરંધર’સફળતા મળી છે. આ ફિલ્મે એક નવો અને સાચો ચીલો ચીતર્યો છે. કઈ રીતે? અત્યાર સુધી આ પ્રકારની જે ફિલ્મો આવી છે એ ફિલ્મોમાં નાયક પોલીસ અધિકારી, સૈન્યનો અમલદાર કે જાસૂસ હોય છે. તેની પત્ની કે પ્રેમિકા જાણે નાયક ગુંડો હોય તેમ વર્તતા બતાવે છે. જ્યારે આવી ઘટના બને ત્યારે પત્ની કે પ્રેમિકા આતંકવાદીઓને બદલે પતિને જવાબદાર ઠેરવે. પરિવારને સમજાવવાના બદલે પત્ની, પતિ પર રોષ ઠાલવે છે. આવી ફિલ્મોમાં દેશ માટે લડીને પોતાનો પ્રાણ આપી દેતા જાસૂસ કે પોલીસને નેગેટિવ જ દર્શાવ્યા છે. જેનાથી સમાજમાં એક ખોટો સંદેશ જાય છે. જે ધૂરંધરમાં નથી બતાવ્યું.

વળી, ઘણી ફિલ્મોમાં જાસૂસ કે એજન્ટને અણીના સમયે ભાવનાત્મક રીતે મૂર્ખ બતાવે છે. પરંતુ જ્યારે તમારી ટ્રેનિંગ એક જાસૂસ તરીકેની થાય ત્યારે પોતાના પર કેવો શારીરિક અત્યાચાર થશે એની કલ્પના દરેક જાસૂસને હોય જ છે. ધુરંધરમાં હમઝા પાકિસ્તાનમાં ગુંડો બનીને ઘૂસે છે ત્યારે તેણે ગૌમાંસ ખાવું પડે છે, તો ખાઈ લે છે. પોતાના દેશવિરોધી નારાઓ પણ બોલે છે, મુંબઈના આતંકવાદી હુમલાઓના સમાચાર જોઈને, બીજાની જોડે રહેમાન ડકેતનો કે ઝિંદાબાદનો નારો પણ તે લગાવે છે. આમ પોતાનું ધ્યેય પાર પડવું હોય તો બોલીને બગાડાય નહીં, પોતાની ભાવનાઓ પર કાબૂ રાખવો પડે, ઓળખ જાહેર નહીં કરાય. આવી બધી વાતો પહેલીવાર આ ફિલ્મમાં બતાવી છે.
ધામડોદ રોડ, બારડોલી  – કેદાર રાજપૂત- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top