National

‘સત્યેન્દ્રના દરબારમાં જેલ સુપ્રિટેન્ડેન્ટ હાજર’, બીજેપીએ તિહારમાં બંધ જૈનનો વધુ એક વીડિયો શેર કર્યો

નવી દિલ્હી: ભાજપના (BJP) પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ (Shahjad Poonawalla) આમ આદમી પાર્ટીના (APP) મંત્રી સત્યેન્દ્ર જૈનનો (Satyendra Jain) વધુ એક વીડિયો (Video) શેર (Share) કર્યો છે. આ પહેલા પણ તિહાર જેલમાં સજા ભોગવી રહેલા સત્યેન્દ્ર જૈનનો નો વીડિયો શેર કરી કેજરીવાલ સરકાર પર પ્રહાક કર્યા હતા. ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયોમાં તિહાર જેલના એસપી રાત્રે 8 વાગ્યા પછી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતાને મળ્યા હતા.

ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આ વીડિયોને ટ્વિટ કરીને લખ્યું છે કે, “મીડિયાએ તિહારમાંથી વધુ એક વીડિયો બહાર પાડ્યો! આ વખતે સત્યેન્દ્રના દરબારમાં, હવે જેલ સુપ્રિટેન્ડેન્ટ, જે હવે સસ્પેન્ડ છે! બળાત્કારી પાસેથી માલિશ અને ખાવું. ત્યાર બાદ હવે આ વીડિયો! આ આપ ભ્રષ્ટાચાર ઉપચાર છે. પણ કેજરીવાલ જી તેનો બચાવ કરે છે! શું હવે તેઓ એસજીને કાઢી મૂકશે?”

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા વીડિયોમાં સત્યેન્દ્ર જૈનના સેલની અંદર કેટલાય લોકોને બતાવવામાં આવ્યા છે. ત્યાર બાદ જ્યારે જેલ સુપ્રિટેન્ડેન્ટ આવે છે ત્યારે ત્યાં હાજર લોકો સેલમાંથી બહાર નીકળી જાય છે. આ સીસીટીવી ફૂટેજ સપ્ટેમ્બર મહિનાના છે અને જેલ અધિકારી અજીત કુમારને જૈનને આપવામાં આવેલ કથિત વીઆઈપી ટ્રીટમેન્ટ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે ગુજરાતમિત્ર આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

મસાજ કરાવતો વીડિયો સામે આવ્યો
દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનો જેલમાં મસાજ કરાવતો વીડિયો સામે આવ્યો, ત્યારથી તે સતત રાજકીય પક્ષોના નિશાના પર છે. હાલમાં જ જૈનના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં તે જેલની કોટડીમાં સ્લાડ,ફળ અને ડ્રાય ફ્રૂટ ખાતો જોવા મળ્યો હતો. જૈનનો આ વીડિયો ત્યારે સામે આવ્યો જ્યારે તેણે કોર્ટને કહ્યું કે તેને તેમની ધાર્મિક માન્યતાઓ અનુસાર ભોજન આપવામાં આવતું ન હતું.

માલિશ કરનાર પર બળાત્કારનો આરોપ હતો, ભાજપનો દાવો
સત્યેન્દ્ર જૈનનો જે પહેલો વીડિયો સામે આવ્યો હતો, તે મસાજ કરતો જોવા મળ્યો હતો. સત્યેન્દ્રના સેલમાં એક કેદી તેને માલિશ કરી રહ્યો હતો અને તે નીચે પડીને કેટલાક દસ્તાવેજો જોઈ રહ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપે દાવો કર્યો હતો કે મંત્રીને માલિશ કરનાર વ્યક્તિ પર સગીર પર બળાત્કારનો આરોપ છે. અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આરોપ લગાવ્યો હતો કે કથિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. નાણાકીય તપાસ એજન્સીએ દિલ્હીના મંત્રીના જેલમાં વૈભવી જીવન જીવવાના પુરાવા પણ રજૂ કર્યા હતા.

Most Popular

To Top