SURAT

શહેરમાં થાળે પડતી સ્થિતિ : કલેક્ટર દ્વારા 100 ટકા રેમડેસિવિર ઈંજેકશનની ફાળવણી

surat : રાજ્યના બીજા જિલ્લાની તુલનાએ સુરતમાં કોવિડ ( covid) મહામારીની બીજી લહેરથી પેદા થયેલી સ્થિતિ મહદઅંશે સુધરતા રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir injection) ની કટોકટી દૂર થઈ છે. આજે કલેક્ટર પાસે ખાનગી હોસ્પિટલો દ્વારા 1814 ઇન્જેક્શનની માંગણી કરી હતી. કલેક્ટર દ્વારા 100 ટકા ઇન્જેક્શન ફાળવી આપ્યા હતાં. લાંબા સમય બાદ ઓકિસજન માંગ ( oxygen demand) પછી પણ એકસેસ પડયા છે. કલેકટર તાબા હેઠળ હાલ 200 ઇનજેકશન વધ્યા છે.


છેલ્લા દોઢ મહિનામાં આપણું સ્વાસ્થય માળખું લગભગ કંગાળ સાબિત થયું છે. આ મહામારી સામે લડવા માટે સૌથી મોટું હથિયાર ઓક્સિજન અને બાદમાં રેમડેસિવિર ઇન્જેક્શન છે. પરંતુ છેલ્લે સુધી તેની અછત ખતમ થવાનું નામ નહોતું લીધું. જોકે સુરતમાં છેલ્લા દસેક દિવસથી કોરોનાના ( corona) કેસની સ્થિતિ ઘટના કરતા કાબૂમાં આવી છે. જેને કારણે ઓક્સિજન ( oxygen) અને રેમડેસિવિરની ડિમાન્ડ પણ ઘટી છે. શહેરમાં ઇન્જેક્શનની ડિમાન્ડ કરતી હોસ્પિટલોની સંખ્યા પણ ઘટી રહી છે. આજે 165 હોસ્પિટલો દ્વારા વેન્ટિલેટર, બાયપેપ, ઓક્સિજન, કોમોર્બિડ અને અન્ય દર્દીઓ માટે મળી કુલ 1814 ઇન્જેક્શનની માંગ કરી હતી. કલેક્ટર દ્વારા પુરતો જથ્થો હોવાથી તમામ દર્દીઓને 1814 ઇન્જેક્શન ફાળવી આપ્યાં હતા.

શહેરમાં કોરોનાની કથળતી સ્થિતિ કાબૂમાં આવતા ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી છે. જેને પગલે ઓક્સિજનની ડિમાન્ડ ઘટતા આજે 139 મેટ્રિકટન ઓક્સિજનની ડિમાન્ડની સામે 142 મેટ્રિકટન ઓક્સિજન સપ્લાય આપવામાં આવ્યો હતો. વિશ્વની હરોળમાં ભારતના વિકાસની વાતો માત્ર ગપ્પા સાબિત થયા છે. કોરોના કાળમાં આપણા સ્વાસ્થ માળખાની પોલ ખુલી પડી ગઈ છે. ગયા મહિને કોરોનાના વધતા કેસ અને ઓક્સિજનની વધતી ડિમાન્ડ સામે પહોંચી વળવા તંત્રને મોઢે ફીણ આવી ગયું હતું. સદનસીબે કેસનો ભરાવ ઓછો થતાં ગંભીર દર્દીની સંખ્યા પણ ઘટી હતી. જેને કારણે ઓક્સિજનની ડિમાન્ડમાં ઘટાડો થયો હતો.

ઓક્સિજનની ડિમાન્ડ ઘટતા જાણે તંત્ર પોતે ઓક્સિજન પરથી બહાર આવ્યું હોય તે રીતે રાહતનો શ્વાસ લીધો હતો. શહેરમાં એક તબક્કે ઓક્સિજનની ડિમાન્ડ 241 મેટ્રિકટન સુધી પહોંચી ગઈ હતી. અધિકારીઓને રીતસર ઓક્સિજન સપ્લાય કરતી કંપનીઓના ટેન્કર રોકવા પડ્યા હતા. ધીમે ધીમે માંગ ઘટતા હાલના તબક્કે ઓક્સિજન રિઝર્વ મુકવામાં આવી રહ્યો છે. ગઈકાલે શહેરમાં કુલ 139 મેટ્રિકટન ઓક્સિજનની ડિમાન્ડની સામે 142 મેટ્રિકટન ઓક્સિજન સપ્લાય આપવામાં આવ્યો હતો. કોરોનાગ્રસ્ત દર્દીઓને અત્યારે જરૂરિયાત મુજબનો ઓક્સિજનની પુરવઠો મળતો થયો છે.

Most Popular

To Top