SURAT

સુરતમાં વર્લ્ડક્લાસ રેલવે સ્ટેશનનું સપનું 7 વર્ષે પણ સાકાર નહીં થયું ને સરકાર નવું ગતકડું લાવી…

સુરત : (Surat) સુરતના રેલવે સ્ટેશનને (Railway Station) વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવા માટે છેલ્લા સાત વર્ષથી સપનાઓ (Dream) બતાવાઇ રહ્યાં છે તેમજ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી (PPP) આ પ્રોજેક્ટની સાકાર કરવા માટે 2500 કરોડના પ્રોજેક્ટનીની બ્લુ પ્રિન્ટ (Blue Print) પણ તૈયાર કરવામાં આવી હતી. જો કે આ પ્રોજેક્ટ માટે પાંચ વર્ષમાં પાંચ વખત ટેન્ડર બહાર પાડવા છતાં કોઇ એજન્સીએ રસ નહીં દાખવતા હવે રેલવે વિભાગ દ્વારા જ ઇપીસી ધોરણે 1100 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટને સાકાર કરવાનું નક્કી કરાયું છે. જો કે મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ હબ (Multi Model Transport Hub) નામથી ઓળખાતા આ પ્રોજેક્ટમાં સુરત મહાનગર પાલિકા, જીએસઆરટીસી વગેરે પણ અમુક ટકાના સ્ટેક હોલ્ડર હોય મંગળવારે સુરત મહાનગર પાલિકા સમક્ષ રેલવે વિભાગની ટીમ દ્વારા આ પ્રોજેક્ટની નવી ડીઝાઇનનું પ્રેઝન્ટેશન કરી સૂચનો માંગવામાં આવ્યા છે. તેમજ હવે આ પ્રોજેક્ટની રાજય સરકાર, સુરત મનપા, જીએસઆરટીસી, અને રેલવે વિભાગન અધિકારીઓની બનેલી ‘સીટકો’ ( સ્ટેટ ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા સાકાર કરવામાં આવશે.

પીપીપી ધોરણ 2500 કરોડના ખર્ચે વર્લ્ડ કક્ષાનુ સ્ટેશન બનાવવા માટે પાંચ વર્ષમાં પાંચ વખત ટેન્ડરો બહાર પાડયા બાદ પણ સફળતા મળી નહીં
હવે ઇપીસીથી ‘સ્ટેટ ઇન્ટ્રીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન’ સુરતનું રેલ્વે સ્ટેશન બનાવવા કવાયત હાથ ધરાઇમલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ હબમાં સુરત મનપા માત્ર ત્રણ ટકાની સ્ટેક હોલ્ડર છે, પરંતુ આ પ્રોજકટ સાકાર કરવા માટે રેલવે સ્ટેશનની આજુબાજુની જમીન ઉપરાંત જીએસઆરટીસીની જમીન અને સુરત મનપાની બીઆરટીએસ, સિટી બસ, મેટ્રો રેલ વગેરેના સ્ટેશન પણ સાંકળવા જરૂરી હોય રેલવે વિભાગે તૈયાર કરેલી બ્લુ પ્રિન્ટ મનપા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મનપા કમિશનર દ્વારા એવુ સૂચન કરવામાં આવ્યું હતુ કે, આ પ્રોજેક્ટની જે જરૂરીયાત હોય તેનો પ્રોપર સરવે અને અન્ય આનુસાંગિક પ્રક્રિયા પૂરી કર્યા બાદ આગળ વધવામાં આવે તે જરૂરી છે જેથી આ પ્રોજેક્ટની અધવચ્ચે ખોરંભે પડે નહીં.

કનેક્ટિવિટી માટે રેલવે ફ્લાય ઓવર બ્રિજની પણ વિચારણા
સુરતના રેલવે સ્ટેશનના નવા પ્રોજેક્ટમાં હવે ઘણા ફેરફારો કરાયાં છે. જેમાં લાલદરવાજાથી વરાછા રોડ પરના ફલાય ઓવર બ્રિજને જોડતો રેલવે ફલાય ઓવર બ્રિજ ઉપર પણ વિચારણા ચાલી રહી છે. આ ફલાય ઓવર બ્રિજની વિશેષતા એ હશે કે, લાલદરવાજા, વરાછા રોડ કે રિંગ રોડ ઉપરથી સીધુ જેણે રેલવે સ્ટેશનમાં જવું હોય ત્યાં સીધો રેમ્પ ઉતરતો હશે, ટૂંકમાં સર્કલ આકારોનો ફલાયો ઓવર બ્રિજ બનાવી શકાય તે અંગે વિચારણા ચાલી રહી છે.

એક દિવસમાં પાંચ લાખ લોકોના ટ્રાફિકને ધ્યાને રાખી ડીઝાઇન બની
સુરત મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે, 1100 કરોડના ખર્ચે અંદાજીત 3 લાખ સ્કવેર મીટર જગ્યામાં સાકાર થનારા સુરતના વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશનમાં ટ્રેન, સુરતની સિટી બસ અને બીઆરટીએસ તેમજ મેટ્રો રેલ તેમજ ખાનગી વાહનો થકી રેલવે સ્ટેશનનો એક દિવસમાં પાંચ લાખથી વધુ લોકો ઉપયોગ કરે તો પણ કોઇ અવ્યવસ્થા ના સર્જાય તે રીતનું આયોજન કરાયું હશે. આ માટે રેલવે સ્ટેશનની અંદર જ તમામ માસ ટ્રાન્સપોર્ટેશનના વાહનો મુસાફરોને મુકવા લેવા આવી શકે તેવી વ્યવસ્થા ઊભી થશે.

Most Popular

To Top