National

સ્વાતિ માલીવાલ કેસમાં SITએ CM કેજરીવાલના સ્ટાફનું નિવેદન નોંધ્યું, FSL તપાસ માટે DVR મોકલાઇ

નવી દિલ્હી: દિલ્હી CM હાઉસમાં (Delhi CM House) આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે મારપીટ કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને સોંપવામાં આવી હતી. ત્યારે SITએ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ અને દુર્વ્યવહારના મામલામાં સીએમ અરવિંદ કેજરીવાલના સ્ટાફનું નિવેદન નોંધ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નિવેદન ઉપરાંત એસઆઇટી એ મોબાઈલ વીડિયોમાં દેખાતા સુરક્ષાકર્મીઓની પણ પૂછપરછ કરી હતી. તેમજ જપ્ત કરાયેલ ડિજિટલ વિડિયો રેકોર્ડ (DVR) તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં આરોપી વિભવ કુમારના ઘરેથી કેટલાક ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ જપ્ત કર્યા હતા. સોમવારે 20 મે, 2024 પોલીસ ઘટનાની વધુ તપાસ માટે વિભવ કુમારને કેજરીવાલના નિવાસસ્થાને લાવી હતી. પોલીસની ટીમ લગભગ એક કલાક સુધી અહીં રહી હતી.

દિલ્હી પોલીસે શું કહ્યું?
દિલ્હી પોલીસે કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનથી માલીવાલને કરવામાં આવેલા પીસીઆર કોલના સમયે ડ્યુટી પર રહેલા દિલ્હી પોલીસના કર્મચારીઓ સહિત લગભગ 20 લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. વાસ્તવમાં વિભવ કુમાર હાલ પોલીસ કસ્ટડીમાં છે.

વિભવ કુમાર હાલ 23 મે સુધી દિલ્હી પોલીસ રિમાન્ડ પર છે. 18 મેના રોજ દિલ્હી પોલીસે વિભવની 7 દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ તેને માત્ર 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા. વિભવ પર 13 મેના રોજ સીએમ આવાસ પર સ્વાતિ સાથે ગેરવર્તન અને મારપીટ કરવાનો આરોપ છે.

સ્વાતિ માલીવાલે શું આરોપ લગાવ્યો?
સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે 13 મેના રોજ સીએમ કેજરીવાલના ઘરે વિભવ કુમારે તેણીની સાથે ગેરવર્તણૂક કરી અને મારપીટ કરી હતી. આ અંગે માલીવાલે વિભવ કુમાર વિરુદ્ધ FIR નોંધાવી હતી. વિભવ કુમાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 354, 506, 509 (મહિલાની નમ્રતાનું અપમાન કરવાના હેતુથી શબ્દ અથવા હાવભાવ) અને કલમ 323 (હુમલો) હેઠળ FIR નોંધવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ થોડા સમત પહેલા જ સમગ્ર મામલાને લઈને કહ્યું હતું કે ભાજપે સ્વાતિ માલીવાલ દ્વારા ષડયંત્ર રચ્યું છે. ભાજપ AAP પર સવાલો ઉઠાવી રહી છે અને કહી રહી છે કે તેમનો અસલી ચહેરો લોકોની સામે આવી ગયો છે.

Most Popular

To Top