આણંદ : આણંદના સિસ્વા-ઉમલાવ રોડ પર પાંચ દિવસ પહેલાં થયેલી લૂંટના ગુનામાં પોલીસે સ્થાનિક ગેંગને ઝડપી પાડી 7 ઈસમોની ધરપકડ કરી છે.
પાંચ દિવસ અગાઉ સીસ્વા-ઉમલાવ રોડ ઉપર ધાડ, લુંટની ઘટના બની હતી. ઉમલાવ ગામે રહેતા શંકરલાલ મહેશ્વરી ભાદરણ ખાતે ધવલ ટ્રેડર્સ નામની અનાજ કરીયાણાની દુકાન બંધ કરી ઉમલાવ પોતાના ઘરે બાઈક પર જતા હતા ત્યારે બે એકટીવા ઉપર પાંચ ઇસમોએ માર મારી બે લાખ રૂપિયા ભરેલો થેલો ઝુંટવી લઇ સીસ્વા તરફ ભાગી ગયા હતા.
પોલીસે ગુનો કરનાર શકદાર ઇસમોની વોચ તપાસ શરૂ કરી હતી. સોમવારે પી.એ.જાદવ, તથા એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હે.કો. રફીકભાઇ ગનીભાઇને બાતમી મળી હતી કે, આ ધાડના ગુનામાં સંડોવાયેલા ઇસમો ભાદરણ ચોકડી નજીક પેટ્રોલપંપ થી આગળને ભેગા થયેલા છે.
જેથી સ્ટાફના માણસો સાથે તપાસ કરતા કોર્ડન કરી તમામના નામ ઠામ પુછતા (૧) હાર્દીક ઉર્ફે રાહુલ ઉર્ફે ગાંગોર મુકેશભાઇ બિન પ્રભાતભાઇ રબારી ઉ.વ.૨૧ રહે, ભાદરણ પ્રતાપપુરા રબારીવાસ (૨) ગૌરવકુમાર જયંતીભાઇ બિન ફતેસિંહ જાદવ ઉ.વ.૨૦ રહે,ભાદરણ ઇશ્વરકૃપા સોસાયટી ગંભીરા રોડ ચોકડી નજીક (૩) સમીરભાઇ ઉર્ફે કાવો ભીમાભાઇ બિન રમણભાઇ પરમાર ઉ.વ.૨૦ રહે, ભાદરણ પંચાયત પાછળ (૪) નીર ચંદ્રકાંતભાઇ બિન બાબુભાઇ પટેલ ઉ.વ.૨૦ રહે.વલાસણ ત્રણ ખડકી તા.આણંદ (૫) યશ ઉર્ફે ડેન્ટો વિક્રમભાઇ બિન ગોરધનભાઇ માછી ઉ.વ.૨૦ રહે,વિધાનગર બી-૧૧ રીધ્ધી સિધ્ધી બંગલો ભાગ-૨ નંદાલય હવેલીની બાજુમા (૬) પાર્થ ઉર્ફે રાજા રમેશભાઇ બિન વલ્લભભાઇ પટેલ ઉ.વ.૨૩ રહે.વિધાનગર હરીઓમનગર શાંતીદિપ સોસાયટી મકાન નં.૧૦ (૭) બ્રિજેશભાઇ સુરેશભાઇ પટેલ ઉ.વ.૪૩ રહે, ભાદરણ લક્ષ્મીકુઇ હોવાનું જણાવ્યું હતું.
ફરીયાદી દુકાન બંધ કરી બાઇક ઉપર પૈસા લઇ જતા હોઇ ત્રણેક દિવસથી લુંટ કરવાનો પ્લાન રાહુલ રબારી તથા સમીર ઉર્ફે કવો તથા ગૌરાંગ ઉર્ફે ગવાએ બનાવ્યો હતો અને સમીર ઉર્ફે કવો તથા ગૌરાંગ ઉર્ફે ગવાએ ફરીયાદીના આવવા-જવાના સમયની રેકી કરી હતી. તેમજ આ પ્લાનમાં બીજુ વાહન તથા માણસોની જરૂર જણાતા રાહુલ રબારીએ તેના વિદ્યાનગર ખાતે રહેતા મિત્રો રાજા, નીર તથા ડેન્ટોનાનો સંપર્ક કરી તેઓને ડીઓ લઇ ભાદરણ બોલાવી અને ફરીયાદી જયારે દુકાન બંધ કરી બાઇક ઉપર ઘરે જવા નીકળે તે પહેલા રાહુલ રબારીએ આપેલા ડંડાઓ લઇ ડીઓ ઉપર રાજા, નીર, તથા ડેન્ટો અગાઉથી ખરી આગળ ઉભા રહ્યા હતા અને એક્ટીવા ઉપર સમીર ઉર્ફે કવો તથા ગૌરાંગ ઉર્ફે ગવો ફરીયાદીની રેકી કરી પીછો કર્યો હતો.
ખરીથી થોડે આગળ ફરીયાદીની મોટરસાયકલ આગળ ડીઓ આડુ કરી ઉભુ રખાવી દઇ ડંડાઓથી માર મારી રૂપિયા ભરેલો થેલો ઝુંટવી લઇ ભાદરણ તરફ ભાગી ગયા હતા. રૂપિયા ભરેલો થેલો રાહુલ રબારી તથા બ્રિજેશ પટેલને રાત્રીના ભાદરણ કિખલોડ રોડ ઉપર આપી દીધો હતો. લુંટમાં મળેલ રૂપિયા બીજા દિવસે રાહુલ રબારીએ દરેકને ભાગ પાડી વહેંચી દીધેલાનું જણાવતા ઉપરોકત સાતેય આરોપીઓને શંકાસ્પદ જણાતા રોકડ રૂ.૪૦,૦૦૦/- તથા વર્ના કાર તથા ડીઓ તથા મોબાઇલ નંગ-૭ મળી કુલ્લે રૂ.૪,૭૫,૦૦૦/- નો મુદામાલ માલ કજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.