ભરૂચ(Bharuch): ભરૂચમાં વેજલપુર (Vejalpur) રહેતા સાસુ-સસરાને પોતાની પુત્રવધુ અને તેના બે ભાઈએ તમાચા મારી દીધા હતા, ત્યાર બાદ મામલો વધુ વકરતા પત્થરથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત સાસુ સસરાને ભરૂચ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. સમગ્ર ઘટના મુદ્દે પુત્રવધુ સહીત બે ભાઈઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ભરૂચના વેજલપુર નિવૃત્તિાવતા કાંતિભાઈ સુકાભાઈ મિસ્ત્રી તેમની પત્ની મનુબેન સાથે રહે છે. તેમનો મોટો દિકરો રોહિતભાઈ મિસ્ત્રી તેની પત્ની લક્ષ્મીબેન સાથે તેમના મકાનમાં ઉપરના માળે રહે છે. સોમવારે રાત્રે તેમનો દીકરો રોહિતભાઈ અને પત્ની લક્ષ્મીબેન વચ્ચે કોઈક કારણોસર બોલાચાલી થતા તેના પિયર વેજલપુરમાં રહેતો ભાઈ શૈલેષ શંકરભાઈ મિસ્ત્રીને ફોન કરીને બોલાવ્યા હતા.
શૈલેષભાઈ મિસ્ત્રી આવીને બનેવી રોહિત મિસ્ત્રીને કહ્યું કે તમે કામધંધો કરતા નથી અને મારી બહેનને તકલીફ પડે છે. આ ગજગ્રાહ વચ્ચે રોહિત મિસ્ત્રીની માતા મનુબેન મચ્છી વેચીને ઘરે આવતા એ વાત સાંભળતા તેઓ પોતાના દીકરાની તરફદારીમાં તેઓને સાફ શબ્દોમાં કહ્યું કે મારો દીકરો નોકરી કરીને પૈસા તેની પત્નીને આપે છે.
આ વાત સાંભળીને પુત્રવધુ લક્ષ્મીબેનને લાગી આવતા ઉગ્ર બનતા તેની સાસુ મનુબેનને જોરથી તમાચો મારી દીધો હતો. પુત્રવધુનો ભાઈ શૈલેષે પણ મનુબેનને બે-ત્રણ તમાચા મારી દીધા હતા. આ તકરારમાં સસરા કાંતિભાઈ વચ્ચે પડ્યા હતા. ઉગ્રભર્યા વાતાવરણમાં પુત્રવધુના બીજા ભાઈ અમીષ મિસ્ત્રીએ પોતાના હાથમાં પથ્થર લઈને કાંતિભાઈને કપાળે મારતા લોહી નીકળવા માંડ્યું હતું.
તકરાર વધતા કાંતિભાઈએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવીને બચાવ્યા હતા. તેઓ અકળાઈને કહ્યું કે આજે તો બચી ગયો છે. હવે પછી નામ લેશો તો હાથ પગ ભાંગીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાબતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી કર્યા હતા. જે બાબતે ઈજાગ્રસ્ત કાંતિભાઈ મિસ્ત્રીએ B-ડીવીઝનમાં પુત્રવધુ લક્ષ્મીબેન અને તેના બે ભાઈએ મારમારી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.