SURAT

નણંદે માથું ઓળવાનું કહેતા ભાભીએ મારી નાંખી, સુરતની ચોંકાવનારી ઘટના

સુરત(Surat): બે દિવસ પહેલાં શનિવારે તા. 20 એપ્રિલના રોજ ભેસ્તાન (Bhestan) વિસ્તારમાંથી એક 8 વર્ષની બાળકીની લાશ (Dead body) મળી હતી. આ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ (PorstMortom) કરાતા ચોંકાવનારો ખુલાસો થયો છે. આ બાળકીની હત્યા તેની પિતરાઈ ભાભીએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે માસિયાઈ ભાભીની ધરપકડ (Arrest) કરી લીધી છે. હત્યાનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ છે.

આ કેસની ભેસ્તાન પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર મૂળ મહારાષ્ટ્રના ધૂલિયાના રહેવાસી કરતા કિશન મોરે પત્ની અને ત્રણ પુત્રીઓનું ગુજરાન ખેતીકામ કરીને ચલાવે છે. કિશન મોરેની 8 વર્ષીય પુત્રી સાક્ષી છેલ્લાં એક વર્ષથી સુરતના ભેસ્તાનમાં માસી વૈશાલીબેનના ઘરે રહેતી હતી. સાક્ષી માસીના ઘરે રહીને આંગણવાડીમાં ભણતી હતી.

ગયા શનિવારે તા. 20 એપ્રિલે સૂતેલી સાક્ષી મોડી સાંજ સુધી જાગી નહોતી. તે બેભાન હાલતમાં હતી. તેથી ગભરાયેલા માસિયાઈ ભાઈ ઈન્દ્રજીતે એમ્બ્યુલન્સમાં સાક્ષીને સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. તબીબોએ સાક્ષીને મૃત જાહેર કરી હતી. તબીબી પરિક્ષણમાં ગળાના ભાગે ઈજાના નિશાન હોવાથી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પીએમના પ્રાથમિક રિપોર્ટમાં સાક્ષીના ગળે દોરી વડે ફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

વારંવાર માથું ઓળવાનું કહેતી હોય હત્યા કરી
આ કેસમાં એવી વિગતો બહાર આવી છે કે સાક્ષીની હત્યા તેની માસિયાઈ ભાભી પુજાએ કરી છે. સાક્ષીની માસીના દીકરા ઈન્દ્રજીત સાથે પુજાએ પ્રેમલગ્ન કર્યા હતા. સાક્ષી વારંવાર માથું ઓળવાનું કહેતી હતી અને રમકડાં સહિત અલગ અલગ વસ્તુઓ માંગતી હતી. સાક્ષી માસીના ઘરે રહેતી હોવાથી પુજાને ગમતું ન હતું. તેથી દોરીથી ફાંસો આપી હત્યા કરી હતી. પોલીસે પુજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top