નવસારી : ગણેશ-સિસોદ્રા (Sisodra) ગામની યુવતીએ પાણી (water) સમજી ભૂલથી આગમાં (fire) ડિઝલ (Diesel) નાંખી દેતા યુવતીનું દાઝી જતા મોત (Death) નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના ગણેશ-સિસોદ્રા ગામે ગૌચર ફળીયામાં ભાવનાબેન નગીનભાઈ હળપતિ તેમના પરિવાર સાથે રહેતી હતી. ગત 19મી ઓગષ્ટે બપોરે ભાવનાએ પોતાના ઘરે આગ બુઝાવવા જતા ભૂલથી ડિઝલને પાણી સમજી આગમાં નાંખી દીધું હતું. જેના કારણે આગમાં ભળકો થતા ભાવના દાઝી ગઈ હતી. જેથી પરિવારજનોએ તેણીને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેને વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાવનાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાગળો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે મોકલતા આગળની તપાસ હાથ ધરી છે.
પારડી હાઇવે પર ટ્રક ચાલકે અડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત
પારડી : પારડી હાઇવે સ્થિત મામલતદાર કચેરી સામે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 માં આજરોજ વહેલી સવારના ટ્રક ચાલકે સોનવાડા ગામના બાઈક ચાલક આલોક કંપનીમાં કામ કરવા માટે જઈ રહ્યો ત્યારે ટ્રક ચાલકે અડફેટે લેતા સ્થળ પર જ મોત થયું હતું. પારડીના સોનવાડા ગામમાં ઉગમણા ફળિયામાં રહેતો ધર્મેશ અમૃત પટેલ પોતાની મોટર સાયકલ પર રવિવારે વહેલી સવારે આલોક કંપનીમાં કામ કરવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન પારડી દામણીઝાંપા મામલતદાર કચેરી સામે હાઇવે પર વાપી જતા રોડ ઉપર ટ્રકના ચાલક યોગેશ શાહજી મોરેએ પોતાની ટ્રક અને ગફલતભરી રીતે હંકારી લાવી ધર્મેશ પટેલની બાઈકને સાઈડમાંથી ટક્કર મારી હતી. ટ્રકના પાછળનું ટાયર માથાના ભાગે ચડાવી દેતા ગંભીર ઈજાથી ધર્મેશનું સ્થળ પર જ મોત નીપજ્યું હતુ. અકસ્માત અંગે મૃતકના ભાઈ મિલન પટેલે પારડી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.