Madhya Gujarat

સિંગવડ તાલુકા તલાટી કમ મંત્રી અચોક્કસ મુદ્દતની હડતાળ પર

સિંગવડ: સિંગવડ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પંચાયત તલાટી મંત્રીના સર્વત્રના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ નહીં આવતા સોમવાર તા.2-8-22 થી રાજ્યભરના તમામ તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા 2018 થી સતત લેખિત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા પડતર પ્રશ્નો નિરાકરણ લાવવામાં નહીં આવતા તે તારીખ 7-9-21ના રોજ હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે સમયે સરકાર દ્વારા ટૂંક સમયમાં પ્રશ્નનો ઉકેલ લાવવા માટે બાહેધરી આપવામાં આવતા હડતાળ મોકૂફ રાખવી પડી હતી હતી.

જે તે સમયે નવ મહિના જેટલા સમય થવા છતાં વારંવાર રજૂઆતો કરવા છતાં એક પણ પ્રશ્નનો ઉકેલ નહીં આવતા ગુજરાત રાજ્ય તલાટી મહામંડલ દ્વારા તારીખ 9 7 22 ના રોજ ગાંધીનગર ખાતે મળેલી કારોબારીની સભામાં કરવાનું મતે ઠરાવ મુજબ 2 8 22 પછી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીના પડતર પ્રશ્નો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ચોક્કસ મુદતની હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવ્યું આવ્યું હતું. તે અનુસાર હડતાળ શરૂ કરવામાં આવી છે.

સિંગવડ તાલુકાના તમામ તલાટી કમ મંત્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કાર્યવાહી અન્વયે કાયમી તારીખ 13-8-22 થી 15-8 -22 સુધી હર ઘર તિરંગા યાત્ર અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્વમાન સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી દીધો છે. 2 8 22 મંગળવાર થી હડતાલ પર ઉતરી ગયા છે. ગુજરાત રાજ્ય તલાટી કમ મહામંડળ દ્વારા આદેશ આપવામાં આવેલ હોય તેના મહા અભિયાનમાં સિંગવડ તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા સિંગવડ મામલતદાર તથા સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને અગાઉ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top