સુરત : સીમાડા (Simada)ખાતે કાર મેળાના(Car Fair) સંચાલકને કતારગામના બિલ્ડરે (Bulder)પોતાની ફોર્ચ્યુનર કાર (Fortuner Car) વેચવા આપી હતી. બિલ્ડરની કાર ખરીદ્યા બાદ લોન ભરપાઇ નહીં કરી તથા કાર પણ આજદિન સુધી પરત આપી નહોતી. જેથી બિલ્ડરે તેના મિત્ર અને કાર સંચાલક સામે છેતરપિંડીનો(Fraud) ગુનો નોંધાવ્યો હતો.કતારગામ-આંબાતલાવડી રોડની વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા 42 વર્ષીય જતીન ખીમજી કોશીયા વ્યવસાયે બિલ્ડર છે. જતીનભાઈએ કાળ મેળો ચલાવતા તેમના મિત્ર જયદીપભાઈ સામે કતારગામ પોલીસ(Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ત્રણ મહિના સુધી જયદીપે એક પણ હપ્તો આપ્યો નહોતો
ઓક્ટોબર 2020 માં સીમાડા નાકા બીઆરટીએસ કેનાલ રોડ પર બાપા સીતારામ કાર મેળો ચલાવતા મિત્ર જયદીપ ધીરૂભાઇ મોરડીયાને વેચવા આપી હતી. વેચતી વખતે કારની કિંમત 24.11 લાખ રૂપિયા નક્કી કરી હતી. ત્યારે જયદીપે 91 હજાર રૂપિયા ટોકન પેટે આપ્યા હતા. બાકીના 23.20 લાખની લોન ત્રણ મહિનામાં ભરપાઈ કરી નામ ટ્રાન્સફર કરવાની જવાબદારી જયદીપે લીધી હતી. પરંતુ ત્રણ મહિના સુધી જયદીપે એક પણ હપ્તો આપ્યો નહોતો. જેથી જતીનભાઈને શંકા ગઇ હતી.
સીબીએલ રિપોર્ટ ખરાબ થયો હતો
જતીનભાઈએ પોતાની કાર પરત આપવા માટે કહેતા જયદીપે ત્રણેક હપ્તા ભર્યા બાદ પુનઃ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. જેને કારણે જતીનનો સીબીએલ રિપોર્ટ ખરાબ થયો હતો. જેથી કાર લોનના 19 હપ્તા ભરપાઇ કરી બાકી હપ્તા પેટે 14.45 લાખ રૂપિયા ભરપાઇ નહીં કર્યા હતા. અને કાર પણ પરત આપી નહોતી. જેથી કતારગામ પોલીસ સ્ટેશનમાં બિલ્ડરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
મુંબઈ ટેક્ષટાઈલ ડિજીટલ ડિઝાઈન ચોરી કરી પાંડેસરા જીઆઈડીસીમાં વેચી દેવાઈ
સુરત: મુંબઈ ગોરેગાંવ ખાતે ટેક્ષટાઈલ ડિજીટલ ડિઝાઈનના ઓફિસમાંથી ડિઝાઈનની ચોરી કરી પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી મિલમાં વેચી દેવાઈ હોવાની ફરિયાદ સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ડિઝાઈન તેમના દ્વારા સચીન જીઆઈડીસીની મિલને વેચાઈ હતી. ત્યાંથી પીયુષ સુરાણા નામના વ્યક્તિએ પાંડેસરામાં વેચી હતી.
હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા 50 લાખનો દંડ
તેમના કોમ્પ્યુટરમાં જોતા 1 થી 45 ડિઝાઈનો સેવ હતી. પીયુષ દ્વારા આ ડિઝાઈન બીજાને પણ વેચવામાં આવી હતી. મુંબઈ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા 50 લાખનો દંડ તથા કોર્ટ ઓફ કમ્પ્ટેઈન કર્યાના 15 લાખ નો દંડ ચેરીટી ફંડમાં જમા કરાવ્યા હતા. જેથી આ અંગે સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પીયુષ બાબુલાલ સુરાણા (કે.એમ.ઇન્ટરનેશનલ) (રહે.એવર શાઈન હેલી ટાવર, સુરત) સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.