SURAT

‘પૈસા લાવવાની નહિ હોઈતો ત્યાંજ રહી જજે’કહી પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

સુરત: ભેસ્તાન (Bhastan) આવાસ (Aavas) ખાતે રહેતી બે સંતાનોની માતાને પતિ,(Husband) સાસુ અને નણંદ દ્વારા દહેજ(Dowry)માટે ત્રાસ આપવામાં આવતો હતો. પતિએ દોઢ વર્ષના બાળક અને નવ માસની બાળકીની પરવાહ કર્યા વગર તેને 6 વખત તલાક કહી દેતા મહિલાએ ડિંડોલી(Dondali)પોલીસ (Police) સ્ટેશનમાં પતિ, સાસુ અને નણંદની સામે ત્રિપલ તલાક તથા દહેજની ફરિયાદ નોંધાવી હતી. ભેસ્તાન આવાસમાં રહેતી 21 વર્ષીય સાયરાબાનુ (નામ બદલ્યું છે) એ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ મહિલા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
માર્કેટમાં મંદી છે તારા અબ્બાના ઘરેથી એક લાખ રૂપિયા લઈ આવ
લગ્નના એક મહિના પછી તેના પતિ અને સાસુ નાની નાની વાતે ઝઘડો કરતા હતા. કોઈ પણ દહેજ આપ્યા વગર તારા પરિવારે સમુહ લગ્નમાં નિકાહ કરાવી દીધા છે. માર્કેટમાં મંદી છે તારા અબ્બાના ઘરેથી એક લાખ રૂપિયા લઈ આવ હાલ કોઈ કામ ધંધો નથી અને મારી પાસે રૂપિયા પણ નથી અને પૈસા લાવવાની નહી હોય તો ત્યાં જ રહી જજે તેમ કહીને પતિ દ્વારા તેને ત્રાસ આપી ઘરની બહાર કાઢી મુકાઈ હતી. દરમિયાન સાયરાએ બીજા સંતાનને જન્મ આપ્યો હતો. ત્યારપછી તેની સાસુએ તમે કઈ કામધંધો કરતા નથી તેમ કહીને સાયરા અને તેના પતિને ઘરમાંથી કાઢી મુક્યા હતા.
શાકીરે 6 વખત તલાક કહીને સાયરાને ઘરમાંથી કાઢી મુકી
સાયરા ત્યારપછી પણ તેની સાસુને જમવાનું ટીફીન બનાવીને મોકલતી હતી. ટીફીન આપવામાં મોડુ થાય તો સાસુ સાયરાના ઘરે ઝઘડો કરવા આવતી હતી. દરમિયાન 10 ઓગસ્ટે મોહરમના દિવસે સાયરાની સાસુ તથા નણંદ સમીનાએ સાયરાના ઘરે જઈને ઝઘડો કર્યો હતો. ઝઘડાનો અવાજ સાંભળી સામેના ઘરમાં રહેતી સાયરાની માતા ત્યાં આવી પહોંચી હતી. સાયરાની માતા સાથે પણ ગાળાગાળી કરી બાદમાં શાકીરે 6 વખત તલાક કહીને સાયરાને ઘરમાંથી કાઢી મુકી હતી. સાયરાએ તેના પતિ શાકીર, સાસુ હસીના શેખ અને નણંદ સમીનાની સામે ફરિયાદ નોંધાવી હતી.
વેપારીને તને તારા રૂપિયા નહીં મળે તેવી ધમકી આપી હતી
સુરત : વેસુ સ્ટાર ગેલેક્ષી ખાતે રહેતા રવિન્દ્ર કેદારમલ અગ્રવાલ (ઉ.વ.62) ઉધના સીટી ઇન્ડસ્ટ્રીઝમાં મિસ્કા ટ્રેન્ડના નામે કાપડનો વેપાર કરે છે. કાચા કાપડના માલને ડાંઇગ અને કલર પ્રિન્ટ કરીને અલગ-અલગ વેપારીને તેના ઓર્ડર મુજબ પહોંચાડવામાં આવે છે. દરમિયાન દોઢ વર્ષ પહેલા તેમની દુકાને જયપુરથી કાપડ વેપાર અને દલાલી કરતો એક વેપારી કમલેશ ગુપ્તા આવ્યો હતો. તેણે બેંગ્લોરી કાપડનો માલ ઓર્ડર મુજબ 7 દિવસની ઉધારીમાં આપવાનું જણાવ્યું હતું અને રૂ.7 લાખનો કાપડનો માલ લઇ ગયો હતો. જોકે સાત દિવસ બાદ પેમેન્ટ નહીં આવતા વેપારી રવિન્દ્ર અગ્રવાલે ફોન કરતા આજ પછી રૂપિયાની ઉઘરાણી કરતો નહીં અને તને તારા રૂપિયા નહીં મળે તેવી ધમકી આપી હતી. આ મામલે વેપારી રવિન્દ્ર અગ્રવાલે ઉધના પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

Most Popular

To Top