Business

બે દિવસમાં ચાંદી ₹10,000 સસ્તી થઈ, સોનું ₹1.27 લાખને પાર

સોનાના ભાવ સતત 15મા દિવસે પણ વધ્યા. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર સોનુ આજે 16 ઓક્ટોબરે ₹757 વધીને ₹1,27,471 ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું. ગઈકાલે, તે ₹1,26,714 પર હતું.

ચાંદીના ભાવ સતત 20 દિવસ સુધી વધ્યા બાદ આજે બીજા દિવસે પણ ઘટ્યા હતા. ગુરુવારે ચાંદીના ભાવ ₹5,917 ઘટીને ₹1,68,083 પ્રતિ કિલો થયા. ગઈકાલે ચાંદી ₹1,74,000 પ્રતિ કિલો હતી. પરિણામે ચાંદીના ભાવ બે દિવસમાં ₹10,017 ઘટ્યા છે. અગાઉ મંગળવાર 14 ઓક્ટોબરના રોજ ચાંદી ₹1,78,100 ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી હતી.

આ વર્ષે સોનું ₹51,309 અને ચાંદી ₹82,066 મોંઘી થઈ
આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ₹51,309નો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2024 ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹76,162 હતો જે હવે ₹1,27,471 થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ ₹82,066નો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2024 ના રોજ એક કિલો ચાંદીનો ભાવ ₹86,017 હતો, જે હવે ₹1,68,083 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે.

સોનું ₹1.55 લાખ સુધી પહોંચી શકે છે
ગોલ્ડમેન સેચના તાજેતરના અહેવાલ મુજબ બેંકે આગામી વર્ષ સુધીમાં સોના માટે પ્રતિ ઔંસ $5,000નો લક્ષ્યાંક નક્કી કર્યો છે. વર્તમાન વિનિમય દરે આ રૂપિયામાં પ્રતિ 10 ગ્રામ આશરે ₹1,55,000 હશે. બ્રોકરેજ ફર્મ પીએલ કેપિટલના ડિરેક્ટર સંદીપ રાયચુરાએ જણાવ્યું હતું કે સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧,૪૪,૦૦૦ રૂપિયા સુધી જઈ શકે છે.

Most Popular

To Top