Charchapatra

સીક્+ક્ષણ, શિક્ષણ…!

માં, બાપ, પછી જીવનમાં ત્રીજુ સ્થાન શિક્ષણ-ગુરૂનું રહ્યું છે. હવે તો એ પ્રશ્ન સતાવે છે કયાં ખૂણામાં, વિભાગમાં ગેરરીતિ-સડો-બે નંબરી વલણ નથી ? અધિકારી વર્ગ, ડોકટરો, ભેળસેળ, ઉચાપત, બે નંબરી વ્યવહાર, ખાનગી ટેક્ષી નંબર વગરની તેના પર કાળા કાચ, પી અથવા પોલીસ શબ્દ અંકિત, મોટાભાગના ક્ષણોમાં અનિચ્છીક ઉલ્ટા કામોનો રાફડો ફાટી નીકળ્યો. સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં નિર્દોષ વિદ્યાર્થીઓ કારભારીના પાપે ભૂંજાઇ ગયા. આપ તો હજુ દૂર ભસા છે, પરંતુ એક તકિયાકલમ જરૂર ઉચ્ચારાય છે.

‘ચમરબંધીને નહિ છોડીશું’ બધા ગુન્હેગારોને આવી સજા થાય તો પ્રજા રાહત જરૂર અનુવશે. સ્વની અને કુટુંબની સલામતી વડે હાશ અનુભવશે. પરંતુ વો દિન કહાં ? લાંચરૂશ્વત આગળ સઘળુ નાકાબ. બાકી રહેલ શિક્ષણ ક્ષેત્રે પેપરો ફૂટવા, અરે મહિનાના મહિનાઓ શાળામાંથી શિક્ષક ગેર હાજર રહે, પરદેશ પહોંચી જાય ડમી શિક્ષક વડે કામ ચલાવાય, ઓહ આ આપણું સરસ્વતી મંદિર! સમય અને સંજોગના ધસમસતા પ્રવાહમાં નિતીમત્તા તણાઇ રહી છે. વિશ્વાસને વિશ્વનો શ્વાસ તરીકે ઓળખાય, જે લુપ્ત થતો જાય છે. ઉગતી પેઢીનું ભાવિ શું ?
સુરત     – કુમુદભાઇ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી અને કલમ-370
જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં આઠ રાજકીય પક્ષો મેદાનમાં છે જેનો મુખ્યો અને આધારશીલ મુદ્દો કલમ-370ને બનાવ્યો છે. 5 મી ઓગસ્ટ 2019નાં રોજ 370ની કલમ હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં ભાજપ સિવાય અન્ય તમામ મોટા પક્ષો જાતે સત્તા પર આવીશુ તો 370ની કલમ ફરી લાગુ કરીશુ એવુ વચન આપી રહ્યા છે. જયારે કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યુ છે હવે જમીની હકકીતનો આભ્યાસ કરતા જણાશે કે 370ની કલમ હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરની સ્થાનિક પ્રજા શાંતિથી જીવન નિર્વાહ કરી રહી છે.

તેમજ ટુરીષ્ટોની ટકાવારીમાં વધારો થયો છે અને આંતકવાદનું પ્રમાણ નહીવતે થયુ છે. દેશના બુદ્ધિ જીવીઓ દેશની જનતા જાણે છે કે 370ની કલમ હટાવીએ જમ્મુ-કાશ્મીર અને દેશના હિતમાં લીધેલો નિર્ણય છે. પરંતુ કેટલાક સત્તા-સ્વાથી રાજકીય પક્ષો આ કલમ હટાવવાથી નુકસાન થયુ છે. એવી રજૂઆત કરીને જમ્મુ-કાશ્મીરની પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. પરંતુ જમ્મુ-કાશ્મીરની જાગૃત પ્રજા સાચુ ખોટુ શુ છે એ સારી રીતે જાણે અમે સમજે છે.
સુરત     – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top