National

ભારત-અમેરિકાના સંબંધોમાં ફરીથી સુધારો થવાના સંકેત

નવી દિલ્હી, તા. 6 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત-અમેરિકાની ભાગીદારીના સકારાત્મક મૂલ્યાંકનની ઊંડી પ્રશંસા કરી હતી અમેરિકન નેતાએ બંને દેશો વચ્ચેના ‘ખાસ’ સંબંધોની પ્રશંસા કરી હતી. આ ટિપ્પણીને સંબંધોમાં આવેલી ઓટ અટકાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. ટ્રમ્પના પ્રશંસાના શબ્દોની કદરદાની વ્યક્ત કરતું નિવેદન મોદીએ કર્યું તેને કેટલાક નિષ્ણાતો ભારત અને અમેરિકાના સંબંધોમાં ફરીથી સુધારો થવાના માર્ગ તરીકે જોઇ રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ ટિપ્પણીઓ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં ટિપ્પણી કરી તેના થોડા કલાકો બાદ કરી હતી કે તેઓ હંમેશાં ‘મોદી સાથે મિત્ર’ રહેશે, પરંતુ તેમણે વિસ્તાર વિના કહ્યું હતું કે, ભારતીય નેતા આ ખાસ ક્ષણ પર જે કરી રહ્યા છે તે તેમને ગમ્યું નથી. મોદીએ કહ્યું, ‘’રાષ્ટ્રપતિ ટ્રમ્પની લાગણીઓ અને આપણા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની હું ઊંડાણપૂર્વક પ્રશંસા કરું છું અને સંપૂર્ણ રીતે તેનું સમર્થન કરું છું.’’
પીએમ મોદીએ એક્સ પર નોંધ્યું, ‘’ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ જ સકારાત્મક અને દૂરદર્શી વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે.’’ 17 જૂને ફોન પર વાતચીત કર્યા પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ વખત વિચારોનું આદાનપ્રદાન હતું.

ટ્રમ્પ દ્વારા ભારતીય માલ પર ટેરિફ બમણી કરીને 50 ટકા કર્યા પછી નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી છે જેમાં રશિયાના ક્રૂડ ઓઇલની ખરીદી માટે 25 ટકા વધારાની ડ્યુટીનો સમાવેશ થાય છે. ભારતે અમેરિકાના આ પગલાને ‘અન્યાયી, ગેરવાજબી અને અયોગ્ય’ ગણાવ્યું હતું. આ અગાઉ, અમેરિકા દ્વારા ભારત સાથે સંબંધો ફરીથી સ્થાપિત કરવાની શક્યતા અંગેના પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ‘’બંને દેશો વચ્ચે એક ખાસ સંબંધ છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.’’ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે અમેરિકાએ ભારતને ચીન સામે ગુમાવ્યું હોય તેવું લાગે છે, આ ટિપ્પણી ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના સમિટમાં વડાપ્રધાન મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચેની મિત્રાચારીએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું તેના થોડા દિવસો પછી આવી હતી. એવું લાગે છે કે આપણે ભારત અને રશિયાને સૌથી ઊંડા, ઘેર ચીન સામે ગુમાવી દીધા છે. તેમનું ભવિષ્ય સાથે લાંબુ અને સમૃદ્ધ રહે! એમ અમેરિકી રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કહ્યું હતું.

ભારત સાથે સંબંધો સુધારવા હંમેશા તૈયાર: ટ્રમ્પે કહ્યું
વોશિંગ્ટન: તા. 6 : ભારત-અમેરિકાના સંબંધોને ખૂબ જ ખાસ સંબંધ ગણાવતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખાતરી આપી કે તેઓ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાં મિત્ર રહેશે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘’ચિંતા કરવાની કોઈ વાત નથી.’’ જોકે, તેમણે વર્તમાન સમયમાં તેઓ (પીએમ મોદી) શું કરી રહ્યા છે તેના પર નારાજગી વ્યક્ત કરી હતી.

એએનઆઈ દ્વારા પૂછવામાં આવ્યું કે, ‘’શું તમે આ સમયે ભારત સાથે સંબંધો ફરીથી સ્થાપિત કરવા તૈયાર છો?’’ ત્યારે ટ્રમ્પે કહ્યું, ‘’હું હંમેશાં તૈયાર રહીશ. હું હંમેશાં (પીએમ) મોદી સાથે મિત્ર રહીશ. તેઓ એક મહાન વડા પ્રધાન છે. હું હંમેશાં તેનો મિત્ર રહીશ, પરંતુ મને વર્તમાનમાં તેઓ જે કરી રહ્યા છે એ ગમતું નથી, પરંતુ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ છે. ચિંતા કરવાની કોઈ વાત નથી.અમારી પાસે ફક્ત ક્યારેક ક્યારેક ખાસ ક્ષણો આવે છે.’’

ભારત અને અન્ય દેશો, જેમની સાથે અમેરિકા ક્યારેય કોઈ ડીલ કરી શક્યું નથી, તેમની સાથે વેપાર વાટાઘાટોની પ્રગતિ અંગે મીડિયાએ પૂછેલા બીજા પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, વાટાઘાટો સારી રીતે ચાલી રહી છે. જોકે, તેમણે યુરોપિયન યુનિયન દ્વારા ગૂગલ પર તાજેતરમાં લાદવામાં આવેલા દંડ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ટ્રમ્પે કહ્યું, ‘’તેઓ ખૂબ સારું કરી રહ્યા છે. અન્ય દેશો પણ ખૂબ સારું કરી રહ્યા છે. અમે તે બધા સાથે સારું કરી રહ્યા છીએ. અમે યુરોપિયન યુનિયનથી નારાજ છીએ કે ફક્ત ગૂગલ સાથે જ નહીં પરંતુ આપણા બધા મોટા દેશો સાથે શું થઈ રહ્યું છે.’’

Most Popular

To Top