કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ નીચેના નિર્ણયો અભિનંદનને પાત્ર છે. ઓનલાઇન ગેમ્સને પ્રતિબંધ કરવાનો ઠરાવ સંસદમાં પસાર કરાયેલ છે જે દેશના વિક્રમ સંખ્યા એવા 60 કરોડ ઓનલાઇન્સ ગેમ્સ રમતા નાગરિકોના હિતમાં છે. 30 દિવસની ધરપકડ પછી પી.એમ., સી.એમ. અને મંત્રીને દૂર કરવા માટેનું રજૂ કરાયેલું બીલ જે પસાર થયેલ છે તે બીલ રાજકીય ભ્રષ્ટાચારોને અટકાવતુ બિલ રાજકીય શુદ્ધી કરનારુ છે. સ્વાસ્થ્ય અને જીવન વીમા પોલીસી પરનો જીએસટી 18 ટકાથી ઘટાડીને શૂન્ય કરાશે જે દરદીઓને ઉપકારક બનનાર છે. કેન્દ્ર સરકારે દરેક રાજયોને જણાવેલ છે કે તે સેન્ટ્રલ ફંડમાંથી ગરીબ કેદીઓને નાણાકીય સહાયતા પ્રદાન કરે જે આર્થિક તંગીને લીધે દંડ ન ભરવાને કારણે જામીન મેળવવામા અથવા જેલમાંથી મુક્તિ મેળવવા અસમર્થ છે. આ નિર્ણય દેશના ગરીબ લાખો કેદીઓને ઉપકારક બનનાર છે. દેશની સ્કૂલોના કુલ 26 કરોડ બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની તપાસ સ્કૂલમાં કરવા જઇ રહી છે જે વિદ્યાર્થીઓને ઉપરકારક બનનાર છે. રેલવેની ટ્રેનોના તમામ કોચમાં અને એન્જીનમાં સીસીટીવી લગાવવાનો નિર્ણય પેસેન્જરોની સલામતી માટે જરૂરી હોઇ અભિનંદનીય છે.
અમદાવાદ- પ્રવીણ રાઠોડ