National

સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાડ કેલિફોર્નિયામાંથી ઝડપાયો

નવી દિલ્હી: પંજાબી સિંગર (Punjabi singer) સિદ્ધુ મુસેવાલાની (Sidhu Moosewala) હત્યાના (Murder) માસ્ટરમાઇન્ડ(Master Mind) ગોલ્ડી બરાડની (Goldy Barar) ધરપકડ (Arrest) કરવામાં આવી છે. ગોલ્ડી બરાડની ધરપકડ કેલિફોર્નિયામાંથી કરવામાં આવી છે. જેની માહિતી ભારતની ગુપ્તચર એજન્સીઓના સૂત્રો પાસેથી આ છે. જો કે કિલિફોર્નિયાના તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

તમને જવાણી દઈએ કે લોકપ્રિય સિંગર સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મુસેવાલા પર ખુલ્લેઆમ ગોળીઓ ચલાવવામાં આવી હતી જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ હત્યાના માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરાડને ગણવામાં આવી રહ્યો છે, તેણે લોરેન્સ બિશ્નોઈ સાથે મળીને મુસેવાલાની હત્યાનું સમગ્ર આયોજન કર્યું હતું અને પછી તેના શૂટર્સ દ્વારા હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે આ કેસમાં 34 લોકોને આરોપી બનાવ્યા છે.

ગોલ્ડી બરાડ પર 16થી વધુ કેસ નોંધાયા છે
સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો માનવામાં આવે છે. ગયા વર્ષે, પંજાબના ફરીદકોટ જિલ્લાની એક અદાલતે યુવા કોંગ્રેસના નેતા ગુરલાલ સિંહ પહેલવાનની હત્યાના સંબંધમાં ગોલ્ડી બરાડ વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ગોલ્ડી બરાડ 16થી વધુ ગુનાહિત કેસમાં વોન્ટેડ છે. તે ભારતથી કેનેડા ભાગી ગયો હતો.

રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી
હાલમાં જ ઈન્ટરપોલે ગોલ્ડી બરાડ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ગોલ્ડી બરાડે કેનેડામાં બેસીને સિદ્ધુ મુસેવાલાને મારવાનું કાવતરું ઘડ્યું હતું. આ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ગોલ્ડી બરાડ લોરેન્સ બિશ્નોઈની નજીક છે. બંને કોલેજકાળથી સાથે છે. ગોલ્ડી બરાડ પર હત્યા, હત્યાનો પ્રયાસ, ગુનાહિત કાવતરું અને હથિયારોની દાણચોરીનો આરોપ છે.

કોણ છે ગોલ્ડી બરાડ?
પંજાબના શ્રી મુક્તસર સાહિબના રહેવાસી સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડનો જન્મ 1994માં થયો હતો. તે વર્ષ 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. ગોલ્ડીએ બી.એ.ની ડિગ્રી મેળવી છે. પંજાબ પોલીસના ડોઝિયરમાં તેની 5 અલગ-અલગ તસવીરો છે, તસવીરો જોઈને ખ્યાલ આવે છે કે તે પરિસ્થિતિ સાથે પોતાનો દેખાવ બદલી રહ્યો છે. ગોલ્ડી A+ કેટેગરીની ગેંગસ્ટર છે અને તેને કોર્ટ દ્વારા ઘોષિત અપરાધી જાહેર કરવામાં આવ્યો છે. ગોલ્ડી બરાડ વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી જેવા ગંભીર કેસ નોંધાયેલા છે, પંજાબમાં ગોલ્ડી વિરુદ્ધ કુલ 16 કેસ નોંધાયેલા છે, જેમાં 4માં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કેનેડા ભાગી જતા પહેલા, ગોલ્ડીની ગુનાહિત પ્રવૃત્તિઓ પંજાબના ફિરોઝપુર અને શ્રી મુક્તસર સાહિબમાં ચરમસીમાએ હતી.

Most Popular

To Top