Vadodara

સિદ્ધાર્થે બીજા જ દિવસે રૂ.1.82 લાખ રોકડમાં બુલેટ ખરીદી તે પણ કબ્જે કરાઈ

વડોદરા: સસ્તા અનાજના વેપારી રાજેશ ખટીકને પ્રેસના નામે ધાકધમકી આપતા હાંકી કઢાયેલાં પત્રકાર સિધ્ધાર્થ મણિયારના અદાલતે પાચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આજે ચોથા દિવસે પણ ગુના અંતર્ગત ઊંડી પૂછતાછ હાથ ધરતા તપાસ અધિકારી એ જણાવ્યું હતું કે આરોપીએ સ્પષ્ટ કબુલાત કરી લીધી છે. જે 12.51 લાખની ખંડણી માંથી તેના ભાગે આવેલ 8 લાખ રૂપિયા લીધા હતા. બેનંબરી નાણાં હાથમા આવતા જ બીજા દીવસે 1.82 લાખની મોંઘીદાટ બુલેટ બાઈક ખરીદી હતી. જૉ કે બાકીનાં છ લાખ રૂપિયા ક્યા છે તે અંગે ચોક્કસ હકીકત જણાવતો નથી તેવુ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું . જોકે પોલીસે આરોપીના તેમજ તેના નજીકના પરિવાર,અને ગુનામાં સંડોવાયેલા મનાતા કેટલાક શકમંદોની પણ ઊંડી પૂછતાછ ઉપરાંત બેન્ક એકાઉન્ટનટ્સની પણ ચકાસણી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે સિધ્ધાર્થ જ્યારે તોડપાણીના નાણાં લેવાં ગયો ત્યારે ગુનામાં જે કાર ઉપયોગમાં લેવાય હતી તે તો અગાઉ કબ્જે કરાઈ હતી.

સૌથી મહત્વની હકિકત એ છે કે જ્યારથી સિદ્ધાર્થની ધરપકડ કરીને રીમાંન્ડ પર છે ત્યારથી તેનો સાગરીત જીતેન્દ્ર ઉર્ફે જીતુ વણકર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ખંડણીની રકમ માંથી કોણે કોણે કેટલા રૂપિયાનો ભાગ લીધો તે તમામ દિશા માં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. તદ્ઉપરાંત બંને ખંડણી ખોરોને આડકતરી રીતે અંદર ખાને રૂપિયા ખંખેરવામાં તમામ પ્રકારની મદદ કરનારા શકમંદોની પોલીસે આગવી ઢબે કડકાઇ ભરી પૂછપરછ ના પગલે અનેક મહત્વના પુરાવા સહ ફળદાયી હકિકત સાંપડી હોવાનુ ચર્ચાઇ રહ્યું છે.

જો કે જે ચોક્કસ દિશામાં પોલીસ ગુનાની તમામ કડીઓ સાકળતી આગળ વધી રહી છે તે જોતા સહ આરોપીઓ હાથ વેતમાં હોવાનું પોલીસ સૂત્રોએ જ જણાવ્યું હતું. રાજેશ ખટીક ઉપરાંત માંજલપુરના જિજ્ઞાસા બેનની સસ્તા અનાજની દુકાન પણ બંધ કરાવી હતી. અને અટલાદરા મહાકાળી મંડળીના સંચાલક પાસે થી 1.20 લાખનો તોડ કર્યો હતો. તેવું પોલિસને જાણવા મળતા અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશા તરફ તપાસ લંબાવી હતો. ટૂંક સમયમાં આરોપીઓ સુઘી પોલીસનાં હાથ પહોંચી જશે તો તમામ સાગરીતોની પણ ટૂંકા ગાળામાં ધરપકડ ના ભણકારા વાગી રહ્યા છે.

Most Popular

To Top