નવી દિલ્હી: સિદ્ધાર્થ મલ્હોત્રાની (Siddharth Malhotra) મોસ્ટ વેઇટેડ ફિલ્મ ‘યોદ્ધા’નું (Yoddha) ફર્સ્ટ પોસ્ટર આખરે રિલીઝ થઈ ગયું છે. તે પણ એક ખાસ સ્ટાઈલમાં જે હિન્દી સિનેમાની (Hindi Cinema) કોઈ ફિલ્મમાં અગાઉ ક્યારેય ન થઈ હોય. ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીના (Industry) કોરિડોરમાં ‘યોદ્ધા’ની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હવે ધર્મા પ્રોડક્શને (Dharma Products) 13 હજાર ફૂટની ઉંચાઈથી ખુલાસો કર્યો છે કે આ પ્રોજેક્ટ (Project) તેમના માટે કેટલો મહત્વપૂર્ણ છે.
‘યોદ્ધા’નું પોસ્ટર આજે એટલેકે ગુરુવારે ઐતિહાસિક રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. જેના માટે કરણ જોહરના ધર્મા પ્રોડક્શને પીઆર ગિમિકનું સ્તર પણ ઊંચું કર્યું છે. ગ્રેવિટીને પડકારતા યોદ્ધાનું પોસ્ટર હજારો ફૂટની ઊંચાઈએ જાહેર કરવામાં આવ્યું હતું. આ માટે નિર્માતાઓએ ખૂબ જ અનોખી અને ખતરનાક પદ્ધતિ અપનાવી છે. જેનો વીડિયો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહરે પોતે શેર કર્યો છે. આ એરિયલ સ્ટંટ વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો પ્લેન દ્વારા સ્કાય ડાઇવીંગ કરે છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ 5 લોકો પ્લેનમાંથી કૂદી પડે છે. જેમાંથી ત્રણ લોકો યોદ્ધાનું પોસ્ટર લહેરાવવાનું શરૂ કરે છે. જ્યારે બે વ્યક્તિઓ સ્ટંટનો વીડિયો બનાવે છે અને રંગબેરંગી ધુમાડા વાળો ગેસ છોડે છે. તેમજ પોસ્ટરોને રાઉન્ડ પણ મારે છે. આ વિડિયો શેર કરતી વખતે કરણ જોહરે લખ્યું – એરડ્રોપિંગ,…એક લાગણીઓથી ભરેલી સફર જે તમે પહેલા ક્યારેય મોટા પડદા પર નહીં જોઈ હોય.
સિદ્ધાર્થે કર્યો એરિયલ સ્ટંટ!
ધર્મા પ્રોડક્શનના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખવામાં આવ્યું હતું – આ પક્ષી છે? શું આ પ્લેન છે? ના આ આપણો જ યોદ્ધા છે. આકાશમાં ઊંચે ઉડતા, અમે હંમેશની જેમ ઉતરવા તૈયાર. આ સાથે જણાવવામાં આવ્યું હતું કે ફિલ્મનું ટીઝર 19 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ પણ કન્ફર્મ કરી છે. આ ફિલ્મ 15 માર્ચે સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થશે. આ વીડિયો દુબઈના પ્રાઇમ લોકેશન પામ જુમેરાહ ઉપર શૂટ કરવામાં આવ્યો છે. મેન મેડ આઇલેન્ડ તરીકે ઓળખાતી આ જગ્યાએ શાહરૂખ ખાનનો બંગલો જન્નત પણ છે.