Entertainment

શ્વેતા ત્રિપાઠી હવે ‘એસ્કેપ લાઇવ’ કરશે

શ્વેતા ત્રિપાઠી તેની ‘યે કાલી કાલી આંખે’ વેબ સિરીઝ પછી ‘એસ્કેપ લાઇવ’ વેબ સિરીઝ સાથે તૈયાર છે. આ તેની નવમી વેબ સિરીઝ છે. ‘મેડ ઇન હેવન’, ‘ધ ગોન ગેમ’ પછી તેને પાછા વળીને જોવાનું નથી રહ્યું. ‘એસ્કેપ લાઇવ’ છ પાત્રોની જૂદી જૂદી જર્નીની વાત કહે છે અને તે પણ સોશ્યલ મિડીયા પર શ્વેતા સાથે સિધ્ધાર્થ અને જાવેદ જાફરી મહત્વની ભૂમિકામાં છે. સોશ્યલ મિડીયા વડે નામ મેળવવા માટે સંઘર્ષ કરતા પાત્રો કઇ રીતે સફળ થાય તેની વાત છે. અત્યારે સમય સોશ્યલ મિડીયાનો છે એટલે બધાને તેમાં રસ પડશે. શ્વેતા આ સિરીઝ માટે ઘણી ઉત્સાહી છે. તેની સાથે સ્વસ્તિકા મુખરજી, વાલુસ્ચા ડિસોઝા, રોહિત ચંડેલ, સુમેઘ મુદગલકર સહિત ઘણા છે. આ 9 એપિસોડની સિરીઝ 20 મેથી શરૂ થઇ રહી છે. જો કે તે તો અત્યારે સસજન રે જૂઠ મત બોલો’ નામના ગુજરાતી નાટક પરથી બની રહેલી ‘કંજૂસ મખ્ખીચૂસ’ ફિલ્મમાં તે કુણાલ ખેમુ સાથે કામ કરી રહી છે. એ ફિલ્મ ગુજરાતી વિપુલ મહેતાના દિગ્દર્શનમાં બની રહી છે.

શ્વેતા ત્રિપાઠી ‘મસાન’ની શાલુ ગુપ્તા તરીકે પ્રશંસા પામ્યા પછી હિન્દી ઉપરાંત તમિલ, ઇંગ્લિશ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. ‘રાત એકલી હે’ અને સકાર્ગો’ તો નેટફિલકસ પર રજૂ થયેલી અને ગયા વર્ષે જ ‘રશ્મિ રોકેટ’માં આવી હતી. વેબ સિરીઝને તેણે પોતાના અભિનય જીવનમાં ખાસ સ્થાન આપ્યું છે અને ‘મિર્ઝાપૂર’ની ગજગામિનીએ તો તેનું નામ પણ ગજવ્યું છે. અભિનય તેના માટે સહજ છે. ઝોયા અખ્તરે તેને ‘મેડ ઇન હેવન’ માટે એટલે જ પસંદ કરેલી તેણે એક તમિલ ફિલ્મમાં તો સરકસની છોકરીની ભૂમિકા ભજવેલી. શ્વેતારિસ્ક લેવા તૈયાર હોય છે. તે જૂદા જૂદા કામ કરતી રહે છે. ‘બેટમેન: એક ચક્રવ્યૂહ’માં તેણે બાર્બરા ગોર્ડનને અવાજ આપેલો. તે હજુ થિયેટર અને ઓટીટી પ્લેટફોર્મ વચ્ચે કોઇ એકની પસંદગી નથી કરતી કારણ કે કામ તો કામ છે, માધ્યમ ગમે તે હોય.

શ્વેતા નવી પેઢીની એકટ્રેસ છે અને આજના સમયમાં ઓટીટી પ્લેટફોર્મ સ્વીકારે નહીં તે તો કેમ ચાલે? આઇ.એ.એસ. ઓફીસરની દિકરી શ્વેતાના ફેવરીટ એકટર્સમાં રણવીર સીંઘ, રણબીર કપૂર, નવાઝુદ્દીન સિદ્દીકી અને અભિનેત્રીઓમાં રાધિકા આપ્ટે, રિચા ચઢ્ઢા અને કલ્કી કોચેલીન છે. તે દિપીકા પાદુકોણ, આલિયા ભટ્ટ કે કંગના રણૌતનું નામ નથી લેતી કારણ કે તેનું લક્ષય જૂદું છે.  ચૈતન્ય શર્માને ચાર વર્ષ પહેલાં પરણી ચુકેલી શ્વેતા ભારતીય શાસ્ત્ર નૃત્ય શીખેલી છે અને મુંબઇ પહેલાં આંદામાન અને નિકોબાર ટાપુ પર લાંબો સમય રહી છે.  શ્વેતાની પોતાની એક નાટક કંપની પણ છે જેનું નામ ઓલ માય ટી પ્રોડકશન્સ છે. તે પોતાને કામથી અલગ પાડતી નથી એટલે જ સતત કામ તેને વ્યસ્ત રાખે છે.

Most Popular

To Top