Entertainment

બે પતિ સાથે ડિવોર્સ બાદ શ્વેતા તિવારી 10 વર્ષ નાના આ એક્ટરને કરી રહી છે ડેટ? શું છે સચ્ચાઈ..

મુંબઈ: લાખો દિલોની ધડકન એવી અભિનેત્રી બે ડિવોર્સ બાદ હવે 10 વર્ષ નાના અભિનેતાને ડેટ કરી રહી હોવાના સમાચાર વાયરલ થતા બોલિવુડ અને ટેલિવુડમાં હલચલ મચી ગઈ છે.

પ્રેરણા નામથી ફેમસ થયેલી શ્વેતા તિવારી હંમેશા સમાચારોમાં રહે છે. શ્વેતા તિવારી તેની શાનદાર ફેશન સેન્સ અને લુકને કારણે હંમેશા તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. એક્ટ્રેસ પોતાની પર્સનલ લાઈફને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે. ફરી એકવાર શ્વેતા તિવારી પોતાની નવી તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં આવી છે.

‘કસૌટી ઝિંદગી કી’ ફેમ અભિનેત્રી ગોવામાં તેના કેટલાક મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તેણે અને તેના મિત્રોએ આ સમયગાળા દરમિયાન કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાંની કેટલીક તસવીરો જોયા બાદ શ્વેતા તિવારી ટ્રોલના નિશાના પર આવી ગઈ છે.

હવે શ્વેતા તિવારીનું નામ તેનાથી 10 વર્ષ નાના માત્ર 33 વર્ષની ઉંમરના અભિનેતા સાથે જોડાઈ રહ્યું છે. શ્વેતા તિવારી અભિનેતા ફહમાન ખાનને ડેટ કરી રહ્યાં હોવાના સમાચાર વાયરલ થયા છે. ફહમાન ખાન ઈમલી સિરિયલથી જાણીતો થયો છે. ફહમાન અને શ્વેતાના ડેટિંગના સમાચાર બોલિવુડ અને ટેલિવુડમાં ખૂબ ચર્ચામાં રહ્યાં છે. શ્વેતા તિવારના ફેન્સ પણ આ સમાચાર જાણી શોક્ડ થઈ ગયા હતા. હવે આ વાયરલ સમાચાર પર શ્વેતાએ પ્રતિક્રિયા આપી છે.

શ્વેતા તિવારીએ કહ્યું કે, ફહમાન અને મારા અફેરના સમાચાર સાંભળી અમે ખૂબ હસ્યા હતા. આવા સમાચાર ક્યાંથી આવે છે તે અમને સમજાતું નથી.

જણાવી દઈએ કે શ્વેતા તિવારીએ પહેલાં લગ્ન રાજા ચૌધરી અને બીજા અભિનેતા અભિનવ કોહલી સાથે થયા હતા. બંને લગ્નો નિષ્ફળ રહ્યાં હતાં. રાજા ચૌધરી સાથેના લગ્નથી એક દિકરી પલક અને અભિનવ સાથેના લગ્નમાં રૈયાંશ થયા હતા. હાલમાં શ્વેતા બે બાળકો સાથે એકલી રહે છે. ત્યારે અવારનવાર શ્વૈતા ચૌધરીના અફેરના સમાચાર ઉઠતાં રહે છે.

Most Popular

To Top