Entertainment

પ્રભુ શ્રીકૃષ્ણને પત્ની માનસિક ત્રાસ આપી રહી છે, પોલીસ પાસે માંગી મદદ

ભોપાલ(Bhopal): પ્રભુ શ્રી કૃષ્ણને પૂર્વ પત્ની માનસિક ત્રાસ આપી રહી છે અને ત્રાસથી કંટાળી તેઓએ પોલીસ પાસે મદદ માંગી હોવાનું જાણવા મળ્યું છે.

ખરેખર આ કેસની વિગત એવી છે કે જાણીતી ટીવી સિરિયલ મહાભારતમાં પ્રભુ શ્રી કૃષ્ણની (ShriKrishna) ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેતા નીતિશ ભારદ્વાજે (NitishBhardwaj) ભોપાલ પોલીસને પૂર્વ પત્ની (ExWife) વિરુદ્ધ પોલીસ ફરિયાદ (PoliceComplaint) કરી છે. ભારદ્વાજે ફરિયાદમાં કહ્યું છે કે, સ્મિતા ઘણા સમયથી તેમની માનસિક હેરાનગતિ કરી રહી છે. જણાવી દઈએ કે સ્મિતા ભારદ્વાજ મધ્યપ્રદેશમાં આઈએએસ (IAS) ઓફિસર છે.

નીતિશ ભારદ્વાજે ભોપાલ પોલીસ કમિશનર હરિનારાયણચારી મિશ્રાને એક મેઈલ લખીને મદદ માંગી છે. અભિનેતાનું કહેવું છે કે તેની પૂર્વ પત્ની તેને માત્ર માનસિક રીતે જ હેરાન કરતી નથી પણ તેને તેની જોડિયા દીકરીઓને મળવા પણ નથી દેતી. નીતિશ ભારદ્વાજની ફરિયાદ પર ભોપાલ પોલીસ કમિશનરે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. તપાસની જવાબદારી એડિશનલ ડીસીપી શાલિની દીક્ષિતને સોંપવામાં આવી છે.

ભોપાલ પોલીસ કમિશનર હરિનારાયણચારી મિશ્રાએ કહ્યું કે, ‘અમને નીતીશ ભારદ્વાજ તરફથી ફરિયાદ મળી છે. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ અને હકીકત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

નીતિશ ભારદ્વાજે પ્રખ્યાત ટીવી સીરિયલ ‘મહાભારત’માં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. તેમનું શ્રી કૃષ્ણનું પાત્ર ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. આ રીતે તેને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી. આજે પણ ચાહકો તેમને શ્રી કૃષ્ણના પાત્ર માટે યાદ કરે છે.

2009માં લગ્ન થયા હતા
નીતીશ ભારદ્વાજે 14 માર્ચ 2009ના રોજ મધ્યપ્રદેશ કેડરની આઈએએસ ઓફિસર સ્મિતા સાથે બીજા લગ્ન કર્યા હતા. બંનેના પહેલા લગ્નમાં છૂટાછેડા થઈ હતા. કહેવાય છે કે બંનેની મુલાકાત કેટલાક કોમન ફ્રેન્ડ્સ દ્વારા થઈ હતી અને પછી તેમણે લગ્ન કરી લીધા હતા. બંનેને જોડિયા દીકરીઓ છે, જે હવે 11 વર્ષના થઈ ગયા છે. 12 વર્ષના લગ્નજીવન બાદ 2022માં નીતિશ અને સ્મિતા અલગ થઈ ગયા હતા. સપ્ટેમ્બર 2019માં આ કપલનો સંબંધ તૂટી ગયો હતો. જણાવવામાં આવ્યું હતું કે સ્મિતા તેની પુત્રીઓ સાથે ઈન્દોરમાં રહેતી હતી.

એક ઈન્ટરવ્યુમાં નીતીશ ભારદ્વાજે પોતાની પૂર્વ પત્ની સ્મિતાથી અલગ થવાનો ખુલાસો પણ કર્યો હતો. એક ઈન્ટરવ્યુમાં નીતિશ ભારદ્વાજે કહ્યું હતું કે, ‘હા, મેં સપ્ટેમ્બર 2019માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. અમારા અલગ થવાનું કારણ શું છે તેના ઊંડાણમાં હું જવા માંગતો નથી. હાલ મામલો કોર્ટમાં છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે છૂટાછેડા મૃત્યુ કરતાં વધુ પીડાદાયક છે. ખાસ કરીને જ્યારે તમે ખાલીપણું સાથે જીવી રહ્યા હોવ. બંનેના છૂટાછેડા 2022માં ફાઇનલ થયા હતા.

Most Popular

To Top