Charchapatra

મેટ્રો આગમનના શ્રીગણેશ

મંડાઇ ચૂકયા છે, અણસાર મેટ્રો આગમનના સુરત ખાતે, વરસાદ, ખોદકામ, પાણીને રસ્તો નહિ મળતાં વહેણ સ્વછંદી બને અને ટ્રાફિક જામ પ્રશ્નનું તો પૂછવુ જ શું? અડાજણ-પાલ સુરત પશ્ચિમે વસતા નોકરીયાતોને ઓફિસે પહોંચતા અનેકગણો સમય વેડફાય. અલબત્ત વિકાસનું પગલું પરંતુ પચરંગી પ્રજાને સગવડ સદતી નથી! કેબલ બ્રિજ પર તોડફોડ, રેલવે ટ્રેકમાં ધાબળા, ટોયલેટમાં સાબુ, નેપકીન અનેક સુવિધાવાળી ટ્રેન પાંચ દિવસ પછી તુટેલા કાચ, ફાટેલી સીટ, સાબુ-નેપકિન ચોરાઇ ગયેલ, હાલતે જોવા મળી. રેલવે સ્ટેશન પરની ચહલ-પહલ હવે શહેરના વિવિધ વિસ્તારોમાં દેખા દેશે. આ લખનારે દિલ્હી અક્ષરપુરસોત્તમ મેટ્રો સ્ટેશન નજરે જોયું છે. એની ઝડપ સબર્બન ટ્રેનો ઉપડે તેવી જ ઉતર-ચડ કરતાં મુસાફરોની ઉતાવળ કયારેક અકસ્માત નોતરે એની સાંપ્રત તૈયારીઓથી પ્રજા ત્રાહીમામ પોકારી ગઇ. આજકાલ, પુલો પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. ઠેર ઠેર સત્તા પર ખાડા (ભૂવા) યમદૂત બની જાય છે. આપણી, સુરત નિવાસી, પ્રજાનું ભવિષ્ય સગવડ નીવડે જ પરખાશે. મેટ્રો ટ્રેનની સગવડ ફળે એજ મહેચ્છા. અભિપ્રાય તો નીવડે જ નક્કી થાય. સમય, ભરની કોઇની રાહ જોતા નથી.
સુરત     – કુમુદભાઇ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

B.R.T.S. બસ સેવા
સુરત શહેર તથા સુરત બહારના વિકસિત ઔદ્યોગિક એકમો, મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ્સ, મોલ્સ તથા સ્ટેશન જવા માટેની બીઆરટીએસ બસ સુવિધા પ્રજાજનો માટે લાભદાયી છે. પાલ, હજીરા, ગ્રીન સીટી, કતારગામ, વેડરોડ, ઉધના, પાંડેસરા તથા વીઆઇપી, વેસુ રોડ અને વરાછા જેવા વિસ્તારોમાં લાખ્ખો લોકો તેમના નોકરી ધંધા સ્થળે દરરોજ આવવા જવા આ બીઆરટીએસ બસનો ટૂંકા સમયમાં અને વ્યાજબી ટિકિટે મુસાફરી કરી રહયા છે. પરંતુ એ લખનારની નજરે પીકઅવર્સ મુસાફરી કરતા પુરૂષો, મહિલાઓ તથા વિદ્યાર્થીઓને ઉભા ઉભા લાંબી મુસાફરી કરવી પડે છે. ઘણી વખત બસના ફુટબોર્ડ તથા ડ્રાઇવર કેબીનની આસપાસ પણ મુસાફરોને નાછુટકે ઉભા રહીને મુસાફરી કરવી પડે છે જે કદાચ અકસ્માતને નોતરી શકે. આથી સંચાલકોને ખાસ વિનંતી છે કે પીકઅવર્સ ઉપર્યુકત રૂટોની બસોની ફ્રીકવન્સી વધારો જેથી મુસાફરીને પૂરતી બેસવાની સીટ મળી શકે અને નિરાંતે મુસાફરી કરી શકે. સુરતને વધુ સ્માર્ટ સીટી બનાવવા આ જરૂરી લાગે છે.
સુરત     – દિપક બી. દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

દેશમાં શું થવા બેઠું છે?
હજુ તો મણીપુરની આગ શમી નથી. મહિનાઓથી હિંસા- હત્યા – બળાત્કાર ની ઘટનાથી મણીપુર અસરગ્રસ્ત થઈ રહ્યું છે ત્યાં હવે હરિયાણા જાણે કુરુક્ષેત્ર બની ગયું છે. બે ધર્મો વચ્ચે હુમલા હત્યા અને તનાવ વર્તાઇ રહ્યો છે, આગજનીના બનાવો પણ બની રહ્યાં છે. આ બિલકુલ સારું નથી. સેના તેનાત કરવી પડી છે. એ પરથી જ ખ્યાલ આવી જાય કે વાતાવરણ તંગ બની રહ્યું છે. દંગલ કરવા વાળા દેશનું હિત થોડું જોવાના ? બસ હિંસા અ ને હથિયારનો ઉપયોગ કરી નિર્દોષોના જાન સાથે ખેલ ખેલી લેવાના, શાસકોએ કડક હાથે કામ લેવું જોઈએ.અને હિંસા વધુ ભડકે તે પહેલા ડામી દેવાની કુનેહ અપનાવવી જોઈએ. દેશના આંતર વિભાગમાં જ કુરૂક્ષેત્ર રચાય એ કયાંનો ન્યાય?
સુરત     – જ્યા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top