Entertainment

કોન્સર્ટ પછી અચાનક શ્રેયા ઘોષાલે પોતાનો અવાજ ગુમાવ્યો, સિંગરે કરી ઈમોશનલ પોસ્ટ…

મુંબઈ: સિંગર શ્રેયા ઘોષાલે (Singer Shreya Ghoshale) બોલિવુડમાં (Bollywood) ઘણા હિટ ગીતો (Hit Song) આપ્યા છે. શ્રેયાએ હિન્દી તેમજ તમિલ, તેલુગુ અને બંગાળી ફિલ્મોમાં ઘણા ગીતોમાં પોતાનો મધુર અવાજ આપ્યો છે. પરંતુ એક કોન્સર્ટ (concert) બાદ શ્રેયા ઘોષાલે પોતાનો અવાજ ગૂમાવી દીધો હતો. આ વાતનો ખુલ્લાસો ખુદ શ્રેયા ઘોષાલે જ કર્યો છે. સિંગરે એક ઈન્સ્ટા પોસ્ટ (Insta Post) દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે.

સિંગર શ્રેયા ઘોષાલે ઈન્ટામાં એક પોસ્ટ શેર કરી તેના ફેન્સ સામે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શ્રેયા ઘોષાલે એક એવી વાત શેર કરી છે, જે જાણ્યા બાદ તેના ફેન્સ હેરાન થઈ ગયા હતા. કોન્સર્ટમાં વ્યસ્ત શ્રેયા ઘોષાલે જણાવ્યું કે કોન્સર્ટ પછી તેનો અવાજ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો. આ સાંભળીને તેમના ફેન્સને વિશ્વાસ ન થઈ રહ્યો હતો પરંતુ આ વાત સાચી છે, અને આવું જ થયું છે.

હવે ક્યારે ગાઈ નહીં શકશે શ્રેયા ઘોસાલ? કન્સર્ટ બાદ અવાજ થયો ગાયબ

શ્રેયા ઘોષાલ સાથે બની દુર્ઘટના
ઈન્સ્ટા સ્ટોરી પર મેસેજ લખતા શ્રેયા ઘોષાલે જણાવ્યું કે તેનો અવાજ તેણીએ ગૂમાવી દીધો હતો. પરંતુ ડોક્ટરની ટ્રીટમેન્ટ બાદ તે હવે સ્વસ્થ છે. સારવાર બાદ શ્રેયા ઘોષાલે બીજા કોન્સર્ટમાં હાજરી આપી હતી. શ્રેયા ઘોષાલે ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું છે- આજે હું ખૂબ જ ભાવુક છું. હું મારા બેન્ડ, ફેમ અને મારી A ટીમને ખૂબ પ્રેમ કરું છું. તેણે મારા શ્રેષ્ઠ અને ખરાબ તબક્કામાં મારો સાથ આપ્યો છે.

શ્રેયા ઘોષાલે ઈમોશનલ પોસ્ટ શેર કરી
શ્રેયા આગળ લખે છે- ગઈકાલે રાત્રે ઓર્લાન્ડોમાં નાઈટ કોન્સર્ટ પછી મેં મારો અવાજ સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો. મારા શુભેચ્છકોના આશીર્વાદ અને ડૉ. સમીર ભાર્ગવની બેસ્ટ ટ્રીટમેન્ટના કારણે હું મારો અવાજ પાછો મેળવી શકી છું. આ પછી, હું ન્યુ યોર્ક એરેનામાં 3 કલાકના કોન્સર્ટમાં ગીતો ગાઈ શકી હતી. મને આટલો પ્રેમ આપવા બદલ ન્યૂ યોર્કનો આભાર. શ્રેયા ઘોષાલે કહ્યું કે તેનો યુએસ પ્રવાસ પૂરો થઈ ગયો છે. ત્યાર તેણે લખ્યું કે સિંગર કહે છે- શો મસ્ટ ગો ઓન.

ચાહકો ભાવુક બન્યા
શ્રેયા ઘોષાલની આ પોસ્ટ જોઈને ફેન્સ ઈમોશનલ થઈ રહ્યા છે. યુઝર્સ શ્રેયા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમના ફેન્સ ઈન્સ્ટા પર ઘણો પ્રેમ મોકલી રહ્યા છે. વેલ, શ્રેયા ઘોષાલ હવે એકદમ સ્વસ્થ છે. તેનો અવાજ પણ સારો છે. પરંતુ કોઈપણ ગાયક માટે અવાજ ગુમાવવો એ દુઃસ્વપ્નથી ઓછું નથી. ભલે થોડા કલાકો માટે જ હોય, શ્રેયા ઘોષાલે આ ડરનો સામનો કર્યો છે.

શ્રેયા ઘોષાલ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની સ્ટાર સિંગર છે. તે સૌથી વધુ ફી મેળવનાર પ્લેબેક સિંગર્સમાંથી એક છે. શ્રેયાને 4 નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. માત્ર 4 વર્ષની ઉંમરે શ્રેયાએ ગાવાનું શરૂ કર્યું હતું. શ્રેયાએ ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. તેણે સિંગિંગ રિયાલિટી શો સા રે ગા મા પામાં પણ ભાગ લીધો હતો અને તે પણ જીત્યો હતો. શ્રેયા માત્ર હિન્દીમાં જ નહીં ઘણી ભાષાઓમાં ગાય છે. મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શ્રેયાનું યોગદાન મહત્વનું છે. તેના સુરીલા અવાજના કરોડો ચાહકો છે.

Most Popular

To Top