15 ફેબ્રુ. 26 રવિવારે ભારત પાકિસ્તાનની ટી-20 મેચમાં ભારતની ભવ્ય જીત થઈ. પાકિસ્તાનના લોકોમાં આ હારથી માતમ છવાઈ ગયો. પણ સૌથી મુંઝવનારો પ્રશ્ન એ છે કે આપણે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મેળવવા જોઈએ કે નહિ? મારો અંગત અભિપ્રાય એવો છે કે હાથ મેળવવામાં કોઈ વાંધો હોવો જોઈએ નહિ. ખાસ કરીને પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ આગલે દિવસે પત્રકારોને જણાવ્યું હતું કે ઈન્ડિયાના ક્રિકેટરો હેન્ડશેક કરશે તો અમને ગમશે. રમતના ક્ષેત્રમાં તો ખેલદીલી હોવી જોઈએ. રમતને કદી રાજકારણ સાથે ન જોડવી જોઈએ. એકબીજાના દુશ્મન બનીને રમવામાં રમતનું હાર્દ જ રહેતુ નથી.
હા, ભારત અને પાકિસ્તાનના રાજદ્વારી સંબંધોમાં તણાવ છે જેથી હેન્ડશેક ન કરવાનું કારણ એ એક રાજકીય નિર્ણય પણ હોઈ શકે. રોજર ફેડરર અને નડાલ હંમેશ એકબીજાના પ્રતિસ્પર્ધી તરીકે જ ટેનીસ ટુર્નામેન્ટ રમ્યા. પણ જે દિવસે રોજર ફેડરર રીટાયર થયા તે દિવસે બંને જણા એકબીજાને ભેટીને રડતાં હતા. કેટલો પ્રેભાવ અને મૈત્રીભાવ હશે આ બે રમતવીરો વચ્ચે! 1962માં ચાર્લી ગ્રીફિથના બોલથી કેપ્ટન નરી કોન્ટ્રાક્ટરને માથામાં અત્યંત ગંભીર ઈજા થઈ હતી. વે.ઈ.ના કેપ્ટન ફ્રેન્ક વોરેલ આખી રાત નરી પાસે બેસી રહ્યા હતા. રમતમાં વેરભાવ નહિ, પ્રેમભાવ અને મૈત્રીભાવ જ હોવો જોઈએ!
યુ.એસ.એ. – ડો. કિરીટ એન. ડુમસીયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મેડિક્લેઈમ એ હોસ્પિટલની કમાણી
મેડિક્લેઈમ છે એવું તમને પૂછવામાં આવે હોસ્પિટલમાં એટલે તમારું બીલ અને તમારું પેકેજ ઓટોમેટીક 28 ટકા વધી જાય છે. તમારું બીલ હોસ્પિટલનું મીટર દોડવા લાગે છે. દર્દીઓને દવાઓ સૂચવવામાં આવે છે, જે ન હોવી જોઇએ. દરેક નકામા અને સર્જીકલ આપોઆપ પરીક્ષણો અને ખોટાં બીલ બની જાય છે. તંત્રે આનો ઉકેલ લાવવો જોઇએ. સામાન્ય માણસને આ લૂંટથી બચાવવાં જોઇએ. આ એક મહત્ત્વનો મુદ્દો છે.
સુરત – તુષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.