Charchapatra

ભારતે પાકિસ્તાનને જીતવું જોઈએ?

કેટલાક પડકારો વચ્ચે પણ પાકને ભારતે લઇ લેવું જ જોઈએ.આઝાદી વખતે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાને છેતરીને પચાવી પાડેલો, જેને આપણે પી.ઓ.કે. અર્થાત્ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તરીકે ઓળખીએ છીએ.આ પાકને કદાચ આપણી સરકાર લશ્કરી કાર્યવાહી કરીને ભવિષ્યમાં લઇ પણ લે. ગૃહમંત્રી અમિત શાહે એક-બે વખત પાકને ભારતમાં લઇ લેવા બાબતે ટીપ્પણીઓ પણ કરી છે. હાલમાં પાકિસ્તાનમાં લગભગ મોંઘવારી બાબતે નાનાં મોટાં ઝુલુસ નીકળે છે.

ત્યાંની પ્રજાનો રાજકર્તા ઉપરનો આક્રોશ છતો થયા કરે છે. પાકની પ્રજા પણ પાકિસ્તાનથી છુટી પડવા માંગે છે અને પાકિસ્તાનથી સ્વતંત્ર થવા માંગે છે. આતંકવાદીઓના અડ્ડાઓ પણ પાકિસ્તાને, પાકમાં સ્થાપિત કરેલા છે અને એ આતંકવાદીઓ, અવારનવાર આપણા કાશ્મીરમાં ઘુસીને જાનહાનિ કરતા રહે છે. હવે જો પાકને ભારતમાં લઇ લેવામાં આવે તો આપણું કાશ્મીર અને પાક એક બીજાને, અખંડ કાશ્મીર બની જાય છે.

આમ થાય તો ભારત માટે એક સારી ઘટના બની ગણાશે. પાકની આતંકવાદી અડ્ડાઓને ખતમ કરવામાં પછી ભારતના લશ્કરને સરળતા પણ પડશે. મૂળભૂત રીતે તો પાક ભારતનું જ હોવું જોઇએ. જો એને લઇ લેવામાં આવે તો ભારતે કશું પણ ખોટું કર્યું છે, એમ કોઇ કહી શકશે નહિ. હવે અમને એવું લાગે છે કે પાક અને આપણું કાશ્મીર એક થઇ જાય તો કાશ્મીરમાંનાં અલગતાવાદી તત્ત્વો બેકાબૂ બની શકે છે.

બન્ને કાશ્મીર ભેગા થતાં ત્યાંની કેટલીક ગદ્દાર પ્રજાઓ વધુ બળમાં આવી શકે છે. અને ભારત સામે,અલગ થવા બાબતે શીંગડાં ભેરવે પણ ખરી.આપણા કાશ્મીરમાંથી 370 અને 35Aકલમોને હટાવી લીધી છે. પણ કાશ્મીરનો કેટલાંક વર્ગ એથી અકળાયેલો જ રહે તો આવ્યો છે, ગમે ત્યારે પણ પાકને ભારતે લેવું તો પડશે જ. લીધા પછીના પાકિસ્તાન તરફના પાકની પ્રજા તરફના અને આપણા કાશ્મીરની પ્રજા તરફના પડકારોને પહોંચી વળવાની સજ્જતા ભારતે દાખવવી પડશે. જો કે ગમે તેવા પડકારો વચ્ચે આપણું લશ્કર સાબદું છે એટલે એ બધાને સીધા દોર કરી શકવાની ક્ષમતાને કારણે પાકને લઇ લઇશું તો પણ આપણને કશી જ તકલીફ પડે એમ નથી.
સુરત     – બાબુભાઈ નાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top