Gujarat

27મીથી બે દિ ‘ માટે વિધાનસભાનું ટૂંકુ સત્ર : વિપક્ષ હાવી થવાની ભીતિ

આગામી તા.27 અને 28મી સપ્ટે. એમ દિવસ માટે વિધાનસભાનું ટૂંકુ ચોમાસુ સત્ર મળી રહ્યું છે. જેમાં વિપક્ષ દ્વારા કોરોના સહિત વિવિધ મુદ્દે ભાજપ સરકાર સામે મોરચો ખોલવામાં આવે તેવી સંભાવના છે.આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અમે સરકારને વિનંતી કરી છે કે ચોમાસુ સત્ર લંબાવો, છતાં સરકારે અમારી માંગ સરકારે સ્વીકારી નથી.

ખાસ કરીને તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તોને હજુ સુધી રાહત ચૂકવાઈ નથી. તે મુદ્દે ગૃહમાં સ્પે. ચર્ચા થવી જોઈએ. આ ઉપરાંત કોરોનામાં સરકાર નિષ્ફળ નીવડી છે. જેના પગલે સરકાર ચર્ચા થવા દેતી નથી.બે દિવસના સત્ર દરમ્યાન વિપક્ષ દ્વારા મોંઘવારી, મંદી, બેરોજગારી, અત્યાચાર મામલે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરાશે, બીજી તરફ આ વખતે સત્ર યોજાય તે પહેલા આખી રૂપાણી સરકાર જ ઘર ભેગી થઈ ગઈ છે.

જેના પગલે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર વિપક્ષનો સામનો કરશે. જ્યારે વિજય રૂપાણી, પૂર્વ ડે સીએમ નીતિન પટેલ તથા રૂપાણી સરકારના મંત્રીઓ માટે સિનિયોરિટી પ્રમાણે નવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. વિધાનસભા સત્રના પગલે સમગ્ર વિધાનસભા સંકુલના ફરતે સલામતી સધન બનાવાઈ છે

Most Popular

To Top