Gujarat

સયાજીબાગ ઝૂમાં ટૂંકી માંદગી બાદ 13 વર્ષીય ગેલ સિંહણનું મોત

વડોદરા : રાજવીની શહેરીજનોને વિવિધ દેન પૈકીના સયાજી બાગના પ્રાણીસંગ્રહાલય ઝુમાં જૂનાગઢથી લાવવામાં આવેલ નર માદાની જોડીમાંથી 13 વર્ષીય ગેલ નામની સિંહણનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેના કારણે તંત્ર દ્વારા વન્યપ્રાણી અધિનિયમ અનુસાર પોસ્ટમોર્ટમ કરાવી શિડ્યુઅલ 1 નું વન્યપ્રાણી હોવાથી નિયમોનુસાર મૃત સિંહણના અગ્નિસંસ્કાર કરાયા હતા. ગત તારીખ પાંચમી થી તે બિમાર અવસ્થામાં પડી ગઈ હતી.સાથે છેલ્લા દસેક દિવસથી તે ખોરાક પણ લેતી ન હતી.જેની તબિયત અંગે પ્રાણીસંગ્રહાલયના સત્તાધીશો ચિંતામાં મુકાયા હતા.

ગેલ નામની આ સિંહણને ચાલુ મહિનાના પ્રારંભે જ ઇજા થઇ હતી.પિંજરામાં બનાવેલ લાકડાના માંચડા પાસે રમતા રમતા લાકડાનો કોઈ ભાગ વાગી ગયો હોવાથી તેને ઈજા થઈ હોવાનું અનુમાન લગાવાયું હતું.જોકે ઘાવ પર લોહી નીકળતા પોતાના નખ મારીને ખંજવાડતાં તેનો ઘાવ વધુ ગંભીર બની ગયો હતો.અને ઈન્ફેક્શન થઈ ગયું હતું.તેની સારવાર કરવા છતાં કોઈ ફરક નહીં પડતા ખાસ આણંદ વેટરનરી કોલેજ સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબને સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે બોલાવાયા હતા.અને તેઓએ ઈજાગ્રસ્ત સિંહણને સર્જરી કરી ટાંકા લીધા હતા.

આ સફળ સર્જરી બાદ સિંહણની દવાઓ ચાલુ કરી હતી.પરંતુ સર્જરી બાદ સિંહણ ખોરાક બંધ કરી દેતા ફરી વખત સયાજી બાગ જો ઓથોરિટીની ચિંતા વધી હતી.જે બાદ તેણે ખોરાક લેવાનું શરૂ કરી દીધું હતું. અને શિયાળની સ્થિતિમાં પણ સુધારો હોવાની માહિતી સાંપડી હતી.પરંતુ રવિવારે આ સિંહણનું મોત થતા ઝુ ઓથોરિટી દ્વારા આગળની કાર્યવાહી હાથધરવામાં આવી હતી. આ અંગે ઝુ ક્યુરેટર પ્રત્યુષ પાટ્ટણકરે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત સિંહણનું વહેલી સવારે દુઃખદ અવસાન થયું છે.ઘણી લાંબી અને સઘન સારવાર આપી હતી. તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.

Most Popular

To Top