World

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર જીવલેણ હુમલો, ચાલુ ભાષણ દરમિયાન ગોળી મારી

નવી દિલ્હી: જાપાનના (Japan) પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો હતો. ભાષણ દરમિયાન તેમને બે ગોળી વાગી હતી. ગાળી વાગ્યા બાદ તેમનું હૃદય કામ કરતું બંધ થઈ ગયું હતું. શ્વાસ પણ લઈ શકતા ન હતા. લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોળી માર્યા બાદ આબેને ઘણું લોહી વહી ગયું હતું.

શિન્ઝો આબેનું હૃદય ધબકતું બંધ થઈ
એક જાપાની અધિકારીને ટાંકીને કહ્યું કે, હુમલા બાદ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે શ્વાસ લઈ રહ્યા નથી. એરલિફ્ટ કરતી વખતે તેના ધબકારા પણ બંધ થઈ ગયા હતા. હુમલાની જાણ થતાં જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને અન્ય કેબિનેટ મંત્રીઓ ટોક્યો પરત ફર્યા છે.

મળતી માહિતી મુજબ 67 વર્ષીય શિન્ઝો આબેને ગોળી વાગ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. હાલમાં, એક શંકાસ્પદ હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. શિન્ઝો આબે પર આ હુમલો નારા શહેરમાં થયો હતો. ત્યારબાદ તેઓ ભાષણ આપી રહ્યા હતા. અચાનક આબે નીચે પડી ગયા. તેના શરીરમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. શિન્ઝો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું નહીં. પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબાર જેવો અવાજ સાંભળ્યો હતો.

મળતી માહિતી મુજ શંકાસ્પદ યુવકની ધરપકડ કરવામાં આવી છે આ યુવક 41 વર્ષનો છે. તેનું નામ યામાગામી તેત્સુયા છે. તેની પાસેથી એક બંદૂક પણ મળી આવી છે.

શિન્ઝો આબેએ વર્ષ 2020માં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તબિયત ખરાબ હોવાને કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. શિન્ઝો આબેની છાતીમાં ગોળી વાગી હતી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આબેની હાલત નાજુક છે કારણ કે તેમનું ઘણું લોહી વહી ગયું હતું. શિન્ઝો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું ન હતું. પરંતુ કેટલાક લોકોએ ત્યાં ગોળીબાર જેવો કંઈક અવાજ સંભળાયો હતો. હાલમાં એક શંકાસ્પદને વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

2020માં વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું
તમને જણાવી દઈએ કે શિંજો આબે પીએમ મોદીના સારા મિત્ર છે. તેમણે ઓગસ્ટ 2020 માં જાપાનના વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. પોતાની તબિયતના કારણોસર તેમણે આ નિર્ણય લીધો હતો. 65 વર્ષીય આબેએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને આંતરડાની બિમારીની સારવાર માટે થોડો સમય જોઈએ છે, તેથી તેઓ તેમના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. શિન્ઝો આબેને છેલ્લા બે અઠવાડિયામાં બે વખત હોસ્પિટલમાં જવું પડ્યું છે. તેમની તબિયત સારી ન હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

શિન્ઝો આબે 2012 માં સંપૂર્ણ બહુમતી સાથે ચૂંટણી જીત્યા પછી ફરીથી વડા પ્રધાન બન્યા હતા. આ સાત વર્ષના કાર્યકાળે તેમને જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડા પ્રધાન તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આબેનો કાર્યકાળ પૂરો થવામાં હજુ એક વર્ષ બાકી હતું.

Most Popular

To Top