SURAT

યુવક દારૂ પીવડાવી બે ભાઈઓ સાથે સમલૈંગિક સંબંધ બાંધતો હતો, ખેતરમાં લઈ જઈ..

સુરત: શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 16મી ઓગસ્ટે એક અજાણ્યા ઈસમની તિક્ષ્ણ હથિયાર વડે નિર્દયી હત્યા કરવામાં આવી હતી. પોલીસે મૃતકની ઓળખ કરી તેની હત્યામાં સંડોવાયેલા બે પૈકી એક યુવકને તેના વતન બિહારથી ઝડપી પાડ્યો છે.

  • ડીંડોલીના દેલાડવાના ખેતરમાં થયેલી યુવકની હત્યામાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પોલીસે એક ભાઈને વતન બિહારથી ઝડપી પાડ્યો
  • બંને કૌટુંબિક ભાઈ દારૂ પીવાના બહાને ખેતરમાં લઈ ગયા અને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી વતન નાસી છૂટ્યા, એક વોન્ટેડ

જો કે ચોંકાવનારી વાત એ હતી કે ત્રણેય યુવક વચ્ચે સમલૈંગિક સંબંધો હતા. બે કૌટુંબિક ભાઈને મૃતક દારૂ પીવડાવાના બહાને ખેતરમાં લઈ જઈ તેમની સાથે સમલૈંગિક સંબંધો બાંધતો હતો. જેની દાઝમાં બંને ભાઈએ મળીને ચપ્પુના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતાર્યાનું હાલ જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ 16મી ઓગસ્ટે બપોરે દેલાડવા ગામના એક ખેતરમાં એક અજાણ્યા ઈસમની તિક્ષ્ણ હથિયાર વડે નિર્દયી હત્યા કરવામાં આવી હતી. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે આ ગુનાનો ભેદ ઉકેલવા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ NDPS/ARMS સ્ક્વોડ અને ઘરફોડ સ્ક્વોડની ટીમોએ સઘન તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતકની ઓળખ સુભાષ દત્તાત્રેય લાટે (ઉં.વ. 40, રહે. ચંદ્રલોક સોસાયટી, પર્વતગામ, ગોડાદરા, સુરત) તરીકે થઈ હતી.

ટેકનિકલ સર્વેલન્સના આધારે જાણવા મળ્યું કે, આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી નવીનકુમાર પ્રમોદ યાદવ (ઉં.વ. 20, રહે. રાજીવનગર, સહારા દરવાજા, સુરત, મૂળ વતન બડહીયા, તાજપુર, જિ. લખીસરાય, બિહાર) હત્યા કર્યા બાદ ટ્રેનમાં પોતાના વતન નાસી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે બિહાર STFના સહયોગથી પટનામાંથી નવીનકુમારને ઝડપી પાડ્યો અને ડીંડોલી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મૃતક સુભાષ લાટે છેલ્લા છ મહિનાથી સરદાર માર્કેટમાં ગોડાઉનમાં આડતીયા/મુનશી તરીકે કામ કરતો હતો અને આરોપી નવીન યાદવ સાથે તેનો પરિચય હતો. સુભાષ અવારનવાર નવીનને હમાલીના કામ માટે બોલાવતો હતો. 15મી ઓગસ્ટ, 2025ના રોજ સુભાષ, નવીન અને નવીનનો કૌટુંબિક ભાઈ વિકાસ બબુલ યાદવ, સુભાષની પેશન મોટરસાઈકલ પર ફરવા નીકળ્યા હતા.

ડીંડોલીના દેલાડવા ખાતે ખેતર નજીક કોઈ અગમ્ય કારણોસર તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં નવીન અને વિકાસે મળીને ચપ્પુ વડે સુભાષના ગળા, છાતી, ગરદન અને પીઠના ભાગે ઘા મારી તેની હત્યા કરી હતી. આ ઘટના બાદ આરોપીઓએ મૃતકના ખિસ્સામાંથી રોકડ રૂ.15,000, મોબાઈલ ફોન અને પેશન મોટરસાઈકલ લઈ લીધા હતા. ત્યારબાદ તેઓ રાજીવનગર ખાતે ગયા હતા, જ્યાં મોટરસાઈકલ મૂકીને ટ્રેન દ્વારા લખીસરાય, પટના નાસી ગયા હતા. નવીનકુમારે પોલીસ સમક્ષ આ ગુનાની કબૂલાત કરી છે. પોલીસે આ ગુનામાં વિકાસ બબુલ યાદવ (રહે. રાજીવનગર, સુરત, મૂળ વતન: બડહીયા, લખીસરાય, બિહાર)ને વોન્ટેડ જાહેર કર્યો છે.

સુભાષ દારૂ પીવડાવી બંને સાથે સમલૈંગિક સંબંધો બાંધતો હતો
આ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મરણ જનાર સુભાષના નવીન અને વિકાસ સાથે સમલૈંગિક સબંધો બાંધતો હતો. સુભાષ બંનેને દારૂ પીવા જવાના બહાને ડિંડોલી વિસ્તારમાં અલગ અલગ ખેતરમાં લઈ જતો, ત્યાં દારૂ પીવડાવી તેમની સાથે સમલૈંગિક સબંધો બાંધતો હતો. આ સબંધ તમામ સંમતિથી બાંધતા હતા. જે બાદ બંને વચ્ચે આ સબંધોને લઈને મનમાં લાગી આવતા નવીન અને વિકાસે સુભાષની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

સુભાષને દારૂ પીવા બોલાવી ખેતરમાં સુભાષ કંઇ સમજે તે પહેલા તેની ક્રૂર હત્યા કરી બંને ભાગી છૂટ્યા હતા. પોલીસને પહેલા એક આરોપી હોવાની માહિતી મળી હતી. પરંતુ નવીન પાસેથી હકીકત સાંભળી પોલીસ પણ ચોંકી ગયા છે. પોલીસને વિકાસની જાણ ન હોવાથી તે છટકવામાં સફળ રહ્યો હતો.

Most Popular

To Top