સુરત (Surat) : બારડોલીના (Bardoli) ઝરીમોરા ગામમાં (ZarimoraVillage) ચોંકાવનારી ઘટના બની છે. અહીં બાઇકની ચાવી ચોરીનો (Bike Key Theft) આરોપ (Allegation ) મૂકી મિત્રએ લાફો (Slapped) મારતા યુવકનું મોત (Death) નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ કેસમાં લાફો મારનાર યુવક સામે હત્યાનો (Murder) ગુનો દાખલ કરી તેની ધરપકડ (Arrest) કરી લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રક્ષા બંધનના પર્વની રાત્રે બની હતી. ઝરીમોરા ગામમાં રહેતા અનિલ હળપતિ પર તેના મિત્ર રાકેશે બાઈકની ચાવીની ચોરીનો આરોપ મુક્યો હતો અને તેને લાફો ઝીંકી દીધો હતો. રાકેશે લાફો મારતા અનિલનું બહેનની નજર સામે ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. પોલીસે લાફો મારનાર રાકેશ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. અનિલ વિધવા માતાના ત્રણ સંતાનોમાં બીજા નંબરનો દીકરો હતો.
મૃતકના મોટા ભાઈ અંકિત હળપતિએ જણાવ્યું હતું કે અમે ત્રણ ભાઈ-બહેનમાં અનિલ ધનસુખ હળપતિ 22 વર્ષનો હતો. મજૂરી કરી ઘરમાં વિધવા માતાને તે આર્થિક રીતે મદદરૂપ થતો હતો. રક્ષા બંધનના રોજ બહેન સાથે નીકળ્યો હતો. રાત્રે ઘર નજીક રાકેશ નામના યુવકે એની બાઇક ની ચાવી ચોરી લીધી હોવાનો આરોપ મૂકી ઉપરા ઉપરી 2-3 લાફા મારી દેતા અનિલ જમીન પર પડી ગયો હતો. આ દુર્ઘટનામાં અનિલને માથામાં ઇજા થઇ હતી. સારવાર મળે એ પહેલાં તેનું કરૂણ મોત નિપજ્યું હતું.
‘તમ ઢોર કેમ ચારવા દેતા નથી?’ કહી ધામડોદ પશુ કેન્દ્રના સિક્યુરિટી ગાર્ડને માર મરાયો
હથોડા: કોસંબાના ધામડોદ પશુ કેન્દ્રના સિક્યુરિટી ગાર્ડને બે અજાણ્યા યુવાનોએ તમે કેમ અમને ઢોર ચારવા દેતા નથી તેવું જણાવીને હાથમાં રહેલી લાકડી ઝૂંટવી લઈને સપાટાનો માર મારતાં સારવાર માટે ખસેડ્યો છે.
ધામડોદ પશુ કેન્દ્ર ઘણું મોટું છે. આ પશુ કેન્દ્રમાં સિક્યુરિટીની નોકરી કરતા કલ્લુ ગિરનસિંગ યાદવ પશુ કેન્દ્રના જંગલ વિસ્તારમાં પોતાની નોકરી ઉપર હાજર હતો. ત્યારે સાંજે બે અજાણ્યા ઇસમો તેમની પાસે આવ્યા હતા. અને જણાવ્યું હતું કે, તમે ઢોર કેમ ચારવા દેતા નથી તેવું જણાવીને સિક્યુરિટીના હાથમાંથી લાકડી ઝૂંટવી લઈ માર માર્યો હતો. જેના કારણે સિક્યુરિટી જવાન કલ્લુને અંકલેશ્વરની વેલકેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે. જ્યાં તેને ફેક્ચર હોવાથી સારવાર શરૂ કરી છે. આ બનાવ અંગે મોડી સાંજે કોસંબા પોલીસમાં બે અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.